📌 એનર્જી ટ્રાન્ઝિશન ઈન્ડેક્સમાં ભારત વૈશ્વિક સ્તરે 67માં સ્થાને
➡️ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)ના ઉર્જા સંક્રમણ સૂચકાંકમાં ભારતે 67મું સ્થાન મેળવ્યું છે. 120 દેશોની યાદીમાં સ્વીડન ટોચના સ્થાને છે અને તેના પછી ડેનમાર્ક, નોર્વે, ફિનલેન્ડ અને સ્વિટ્ઝર્લેન્ડ ટોચના પાંચમાં છે. અહેવાલ અનુસાર ભારત એ એક માત્ર મુખ્ય અર્થતંત્ર છે કે જે એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સના સમાન, સુરક્ષિત અને ટકાઉ પરિમાણોને વેગ આપે છે.
➡️ આ અહેવાલ સુરક્ષિત અને ટકાઉ ઉર્જા સંક્રમણ હાંસલ કરવા, ઉર્જા અને કાર્બનની તીવ્રતા ઘટાડવા, નવીનીકરણીય ઉર્જા જમાવટમાં વધારો કરવા અને વીજળીની સાર્વત્રિક ઍક્સેસ પ્રાપ્ત કરવા માટે ભારતના નોંધપાત્ર સુધારાઓ પર પ્રકાશ પાડે છે.
Read More