📌 ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ
➡️ ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકાર-કસબીઓને પારિતોષિક એનાયત કરવાનો સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે નાણા મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે વિવિધ 46 જેટલી કેટેગરીમાં આશરે 181 કલાકાર-કસબીઓને ચલચિત્ર પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળની માહિતી નિયામકની કચેરી દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ ચલચિત્રોને પારિતોષિક અર્પણ કરવામાં આવે છે.
➡️ ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહમાં વર્ષ 2016થી 2019 સુધીના ચાર વર્ષ દરમિયાનના ચલચિત્રોને સમાવવામાં આવ્યા છે, જેમાં રેવા, હેલ્લારો, રોંગ સાઇડ રાજુ, કેરી ઓન કેસર, લવની ભવાઈ, ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ સહિતના મુખ્ય ચલચિત્રોને વિવિધ શ્રેણીમાં પુરસ્કારો એનાયત કરાયા હતા.
Read More