📌 ગુજરાત સરકારે માઈક્રોન ટેક્નોલોજી સાથે MOU પર હસ્તાક્ષર કર્યા
➡️ ગુજરાત સરકારે સાણંદ ખાતે સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધા માટે અમેરિકન ચિપમેકર કંપની માઈક્રોન ટેક્નોલોજી સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
➡️ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર US સ્થિત પેઢીને કુલ પ્રોજેક્ટ ખર્ચ માટે 50 ટકા નાણાકીય સહાય પૂરી પાડશે, જ્યારે રાજ્ય સરકાર કુલ 20 ટકાનું પ્રતિનિધિત્વ કરતું પ્રોત્સાહન પૂરું પાડશે. સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ પ્લાન્ટથી રાજ્યમાં પાંચ હજાર સીધી રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે. સત્તાવાર રીલીઝ મુજબ, પ્લાન્ટનો પ્રથમ તબક્કો 2024 ના અંત સુધીમાં કાર્યરત થઈ જશે.
Read More