📌 ગ્લોબલ એન્વાયર્નમેન્ટલ ફેસિલિટી (GEF) કાઉન્સિલની 64મી બેઠક
➡️ GEF ની સ્થાપના 1992 રિયો અર્થ સમિટની પૂર્વસંધ્યાએ કરવામાં આવી હતી. તે જૈવવિવિધતાના નુકશાન, આબોહવા પરિવર્તન, પ્રદૂષણ અને જમીન અને સમુદ્રના સ્વાસ્થ્ય પરના તણાવનો સામનો કરવા માટે સમર્પિત ભંડોળનો પરિવાર છે. આ એસેમ્બલી, કાઉન્સિલ, સચિવાલય, 18 એજન્સીઓ, એક વૈજ્ઞાનિક અને તકનીકી સલાહકાર પેનલ અને મૂલ્યાંકન કાર્યાલયની આસપાસ આયોજિત એક અનન્ય સંચાલન માળખું ધરાવે છે. તેનું નિયમન સંયુકત રીતે વર્લ્ડ બેંક, યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) અને યુનાઈટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ (UNEP) દ્વારા કરવામાં આવે છે.
➡️ તે વિકાસશીલ દેશોને આબોહવા પરિવર્તન, જૈવ વિવિધતા, ઓઝોન સ્તર વગેરે સાથે સંકળાયેલા પ્રોજેકટ માટે ફંડ પૂરું પાડે છે. તે પાંચ મુખ્ય આંતરરાષ્ટ્રીય સંમેલનો માટે નાણાકીય સહાય પૂરી પાડે છે.
➡️ જૈવિક વિવિધતા પર સંયુક્ત રાષ્ટ્ર સંમેલન (UNCBD :The United Nations Convention on Biological Diversity) (1993 માં અમલમાં આવ્યું). યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન (UNCCD : The United Nations Convention to Combat Desertification ) (1994માં અપનાવવામાં આવ્યું). યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (UNFCCC :The United Nations Framework Convention on Climate Change ) (1992 માં હસ્તાક્ષર થયેલ અને 1994 માં અમલમાં આવ્યું).
Read More