📌 જીનેટિક OPD સેવા શરૂ કરનાર રાજ્યની પ્રથમ સરકારી હોસ્પિટલ
➡️ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા 1 જુલાઈથી નવીન જીનેટિક ઓપીડી સેવા શરૂ કરવામાં આવી છે. સરકારી હોસ્પિટલમાં જીનેટિક સેવા શરૂ કરનારી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સમગ્ર રાજ્યની પ્રથમ હોસ્પિટલ છે. વર્ષ 2014 થી અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને બી.જે. મેડિકલ કૉલેજ સાથે જોડાયેલ ડૉ. અલ્પેશ પટેલના પ્રયાસો અને સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીના નેતૃત્વમાં આ પહેલ હાથ ધરાઇ છે.
➡️ જીનેટિક તકલીફ ધરાવતા અને ઓ.પી.ડી. સેવાનો લાભ મેળવવા દર્દીઓ અઠવાડિયામાં દર મંગળવારે અને શુક્રવારે સવારે 9:00થી 12:00 વાગ્યા સુધીમાં હોસ્પિટલ ખાતે લાભ મેળવી શકશે.
➡️ દેશમાં જન્મજાત પ્રત્યેક 1000 બાળકમાંથી 4 બાળકો જન્મજાત નાની-મોટી ખોડખાંપણ સાથે જન્મે છે. દેશમાં જીનેટિક ડિસઓર્ડર ક્ષેત્ર સાથે સંકળાયેલ 35થી વધુ સંસ્થાઓમાં કરેલ સર્વે પ્રમાણે 1 લાખ બાળકોમાંથી 0.9% હિમોફિલીયાથી અને 6થી 50 જેટલા બાળકો પાર્કિન્સનથી, પ્રતિ 10 હજાર બાળકોમાંથી 2 થી 20% જેટલા સિક્લસેલ એનિમિયાથી, 10 લાખ બાળકોમાંથી 3-4% થેલેસેમીયા જેવી બીમારી સાથે જન્મ લેતા જોવા મળ્યાં હતા.
Read More