📌 નરેન્દ્ર મોદી ફ્રાન્સના સર્વોચ્ચ એવોર્ડ ‘ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનર’થી સન્માનિત
➡️ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા હતા. મેક્રોને PM મોદીને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનર એનાયત કર્યું હતું. PM મોદી આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું તેમના સત્તાવાર નિવાસસ્થાન એલિસી પેલેસમાં ભવ્ય સ્વાગત કર્યું હતું.
➡️ વિશ્વભરમાંથી પસંદગીના અગ્રણી નેતાઓ અને પ્રતિષ્ઠિત હસ્તીઓને લીજન ઓફ ઓનર એનાયત કરવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રમુખ નેલ્સન મંડેલા, વેલ્સના તત્કાલીન રાજકુમાર કિંગ ચાર્લ્સ, જર્મનીના ભૂતપૂર્વ ચાન્સેલર એન્જલા મર્કેલ, સંયુક્ત રાષ્ટ્રના ભૂતપૂર્વ મહાસચિવ બુટ્રોસ સહિત અન્ય સામેલ છે.
➡️ જૂન 2023માં ઇજિપ્તે PM મોદીને ઓર્ડર ઓફ ધ નાઇલથી સન્માનિત કર્યા,
મે 2023માં પાપુઆ ન્યુ ગિનીએ PM મોદીને કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ એવોર્ડથી સન્માનિત કર્યા,
મે 2023માં ફીજીએ PM મોદીને કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફીજીથી સન્માનિત કર્યા,
મે 2023 માં, પલાઉ પ્રજાસત્તાકએ PM મોદીને અબકાલ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.
➡️ જૂન 2023માં ઇજિપ્તે PM મોદીને ઓર્ડર ઓફ ધ નાઇલથી સન્માનિત કર્યા,
➡️ મે 2023માં પાપુઆ ન્યુ ગિનીએ PM મોદીને કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ એવોર્ડથી સન્માનિત કર્યા,
➡️ મે 2023માં ફીજીએ PM મોદીને કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફીજીથી સન્માનિત કર્યા,
➡️ મે 2023 માં, પલાઉ પ્રજાસત્તાકએ PM મોદીને અબકાલ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.
Read More