📌 પ્લાસ્ટિક ઉત્પાદિત બેગ પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ દેશ બન્યો : ન્યૂઝીલેન્ડ
➡️ ન્યુઝીલેન્ડ સુપરમાર્કેટમાં પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ લંબાવનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. પ્રતિબંધમાં ફળો અને શાકભાજી રાખવા માટે વપરાતી પાતળી બેગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 2019માં દેશમાં ટેક-હોમ પ્લાસ્ટિક બેગ પર પ્રાથમિક પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. પ્રતિબંધના વિસ્તરણથી દર વર્ષે અંદાજે 150 મિલિયન પ્લાસ્ટિક બેગના ઉપયોગને રોકવાનો અંદાજ છે. દર વર્ષે 3 જુલાઈના રોજ ‘આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત’ દિવસ ઉજવવામાં આવે છે. પ્લાસ્ટિક બેગને વર્ષ 1965માં સૌ પ્રથમવાર ઉપયોગમાં લાવવામાં આવી હતી.
➡️ દરિયામાં થતા પ્રદૂષણમાં 80 ટકા કરતાં વધારે પ્રદૂષણ પ્લાસ્ટિક બેગનું જોવા મળે છે. ભારતના સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના કહેવા પ્રમાણે ભારતમાં દરરોજ અંદાજે 26 હજાર ટન જેટલા પ્લાસ્ટિક પ્રદૂષણનો ઉદ્ભવ થાય છે, પરંતુ આ ઉત્પન્ન થયેલા 26 હજાર ટન પ્લાસ્ટિકમાંથી અંદાજિત 10 હજાર ટન જેટલા પ્લાસ્ટિક પ્રદૂષણને એકઠું જ કરી શકાતું નથી.
➡️ સિંગલ યૂઝ પ્લાસ્ટિક માઇક્રોપ્લાસ્ટિકમાં ફેરવાઈ જાય છે અને તે આપણા ખોરાકમાં અને ત્યાંથી આપણા શરીરમાં પ્રવેશ કરે છે. આ માઇક્રોપ્લાસ્ટિક સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોય છે. ભારત સરકારે 1 જુલાઇ 2022થી દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગાવ્યો છે.
➡️ સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, વિશ્વના 80 દેશોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર આંશિક અથવા સંપૂર્ણ પ્રતિબંધ છે. ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં સૌ પ્રથમ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બાંગ્લાદેશમાં 2002માં પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
➡️ 2017માં કેન્યામાં પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન, ખરીદી અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ ગેરકાનૂની કામ કરવા પર કેન્યામાં 4 વર્ષની સજા કે પછી 31.5 લાખ દંડની જોગવાઈ છે.
➡️ USમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ નથી. ત્યાં આંશિક પ્રતિબંધ છે. યુરોપમાં પ્લાસ્ટિક બેગના ઉપયોગ પર વધારાનો ટેક્સ લગાવવામાં આવ્યો છે. ચીને વર્ષ 2008માં પ્લાસ્ટિક પોલિથીન પર પ્રતિબંધ મૂક્યો હતો.
Read More