📌 ભારતની મહિલા ગોલ્ફર દીક્ષાએ કરિયરનું બીજું લેડીઝ યુરોપિયન ટૂર ટાઈટલ જીત્યુ
➡️ ભારતની મહિલા ગોલ્ફર દીક્ષાએ શાનદાર પ્રદર્શન કરીને કરિયરનું બીજું લેડીઝ યુરોપિયન ટૂર ટાઈટલ જીત્યુ હતું. 22 વર્ષીય ગોલ્ફર દીક્ષાએ આ પહેલા વર્ષ 2019માં LET ટાઈટલ જીત્યું હતું. તે 2021માં અરામકો ટીમ સિરીઝની વિજેતા ટીમની સભ્ય હતી. LET ટૂર પર બે ટાઇટલ જીતનાર અદિતિ અશોક પછી દીક્ષા બીજી ભારતીય ખેલાડી છે. આ પહેલા અદિતિ અશોકે 2016માં ઈન્ડિયન ઓપન જીતી હતી.
➡️ દીક્ષાએ બધિર ઓલિમ્પિક્સમાં બે વખત મેડલ જીત્યા છે. તેણે 2017માં સિલ્વર મેડલ અને 2021માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ તેણીએ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લીધો, તે બધિર ઓલિમ્પિક અને મુખ્ય ઓલિમ્પિક બંનેમાં ભાગ લેનારી પ્રથમ ગોલ્ફર બની હતી. આ સિવાય તેણે 2018 એશિયન ગેમ્સમાં પણ ભાગ લીધો હતો. દીક્ષા ડાગર હરિયાણાના ઝજ્જરની વતની છે.
Read More