📌 ભારતનું પ્રથમ ‘પોલીસ ડ્રોન યુનિટ’ ચેન્નાઈમાં લોન્ચ કરવામાં આવ્યું
➡️ ગ્રેટર ચેન્નાઈ સિટી પોલીસ (GCP)એ વિશાળ વિસ્તારો પર હવાઈ દેખરેખ અને ગુનાહિત પ્રવૃત્તિઓની ઝડપી તપાસ માટે ‘પોલીસ ડ્રોન યુનિટ’ શરૂ કર્યું. બે માળની ઇમારતમાં સ્થપાયેલ યુનિટ 20 થી વધુ પ્રશિક્ષિત પોલીસ કર્મચારીઓ સાથે કાર્ય કરે છે.
➡️ આ યુનિટમાં ત્રણ કેટેગરીના કુલ નવ ડ્રોન ઉપલબ્ધ છે: ક્વિક રિસ્પોન્સ સર્વેલન્સ ડ્રોન (6), હેવી લિફ્ટ મલ્ટિરોટર ડ્રોન (1) અને લોંગ રેન્જ સર્વે વિંગ પ્લેસ (2). આ તમામ બિલ્ટ-ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષમતાઓથી સજ્જ છે અને તેને ગ્રાઉન્ડ સ્ટેશનથી 5-10 કિમીના અંતર સુધી સંચાલિત કરી શકાય છે.
Read More