📌 ભારત 25માં એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશિપ 2023 કુલ 27 મેડલ સાથે ત્રીજા સ્થાને
➡️ 12 થી 16 જુલાઈ દરમિયાન થાઈલેન્ડના બેંગકોકના સુફાચલસાઈ નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં ભારતીય ખેલાડીઓએ છ ગોલ્ડ, 12 સિલ્વર અને 9 બ્રોન્ઝ એમ કુલ 27 મેડલ સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા. ભારતે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં મેડલની સંખ્યાના સંદર્ભમાં તેમના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની બરાબરી કરી હતી. ભારતીય ખેલાડીઓએ ભુવનેશ્વર 2017માં પણ નવ સુવર્ણ સહિત 27 મેડલ જીત્યા હતા.
➡️ આ વર્ષે જાપાન 16 ગોલ્ડ, 11 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 37 મેડલ જીતીને ટેબલ ટેલીમાં નંબર 1 રહ્યું છે. જ્યારે ચીન 8 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ સહિત કુલ 22 મેડલ જીતીને નંબર 2 પર રહ્યું છે.
Read More