📌 ભારત 34મી ઇન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડ, UAEમાં મેડલ ટેલીમાં મોખરે
➡️ 3 જુલાઈથી 11 જુલાઈ 2023 દરમિયાન અલ આઈન, UAEમાં આયોજિત 34મી ઈન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડ (IBO) 2023માં ભારતે મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું, જેમાં દરેક વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે ભારતે ઓલ-ગોલ્ડ પ્રદર્શન કર્યું છે અને IBOમાં મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.
➡️ અગાઉ, એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સ (2008, 2009, 2010, 2011, 2015 અને 2021માં), ફિઝિક્સ (2018માં) અને જુનિયર સાયન્સ (2014, 2019, 2021, અને)માં મેડલ ટેલીમાં ભારત ટોચ પર રહ્યું છે. સિંગાપોર એકમાત્ર એવો દેશ હતો જેણે ચાર ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.
Read More