📌 રાષ્ટ્રીય પ્રસારણ દિવસ
➡️ દર વર્ષે 23 જુલાઈના રોજ સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ઉજવવામાં આવે છે. ભારતમાં પ્રસારિત થતા પ્રથમ રેડિયો પ્રસારણની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પહેલું રેડિયો પ્રસારણ 23 જુલાઈ, 1927ના રોજ બોમ્બે સ્ટેશનથી કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આ સ્ટેશન ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની નામની ખાનગી કંપનીની માલિકીનું થયું હતું.
➡️ સરકારે 1 એપ્રિલ, 1930ના રોજ ફરીથી પ્રસારણ હસ્તગત કર્યું અને તેનું નામ બદલીને ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસ(ISBS) રાખ્યું હતું. શરૂઆતમાં તે પ્રાયોગિક ધોરણે હતું, પાછળથી 1932માં તે કાયમી ધોરણે સરકારના નિયંત્રણ હેઠળ આવ્યું હતું. ઓલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના 8 જૂન, 1936ના રોજ કરવામાં આવી હતી. AIRનું સૂત્ર ‘બહુજન હિતાય બહુજન સુખાય’ છે. તે શરૂઆતથી જ લોકોના શિક્ષણ, મનોરંજન અને તેના સૂત્રને જીવંત રાખે છે.
➡️ ભારત દુનિયાનો સૌથી વૈવિધ્યસભર દેશ છે. દેશની દરેક ભાષા બોલતા જૂથને મદદ કરવા માટે, AIR 23 અલગ અલગ ભાષાઓમાં 414 સ્ટેશનોથી પ્રસારણ કરે છે.ઓલ ઈન્ડિયા રેડિયોએ વિશ્વની સૌથી મોટી જાહેર પ્રસારણ સંસ્થાઓ પૈકી એક છે.
Read More