📌 વિશ્વ સૈન્ય શકિતમાં ભારત ચોથા સ્થાને
➡️ વૈશ્વિક સંરક્ષણ માહિતી પર નજર રાખતી ડેટા વેબસાઇટ ગ્લોબલ ફાયરપાવરએ વિશ્વના સૌથી શક્તિશાળી સૈનિકોની યાદી બહાર પાડી છે. ગ્લોબલ ફાયરપાવર અનુસાર, અમેરિકા વિશ્વમાં સૌથી મજબૂત સૈન્ય શક્તિ ધરાવે છે. આ યાદીમાં રશિયા બીજા અને ચીન ત્રીજા સ્થાને છે. આ સાથે જ ભારતે ચોથા સ્થાન પર પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
➡️ ગ્લોબલ ફાયરપાવર દ્વારા બહાર પાડવામાં આવેલી ‘મિલિટરી સ્ટ્રેન્થ લિસ્ટ 2023’માં દુનિયાના સૌથી નબળા સૈન્ય દળોવાળા દેશોનો પણ સમાવેશ થાય છે, જેમાં ભૂટાન અને આઈસલેન્ડનો સમાવેશ થાય છે. તેઓનું મૂલ્યાંકન 60 થી વધુ પરિબળોના આધારે કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં 145 દેશોને લિસ્ટ કરવામાં આવ્યા છે અને દરેક દેશની રેન્કિંગમાં વર્ષ-દર-વર્ષના ફેરફારની પણ સરખામણી કરવામાં આવી છે.
➡️ વિશ્વની સૌથી શક્તિશાળી સેના ધરાવતા 10 દેશો અમેરિકા,રશિયા, ચીન, ભારત, યુકે, દક્ષિણ કોરિયા, પાકિસ્તાન, જાપાન, ફ્રાન્સ, ઇટાલીનો સમાવેશ થાય છે તેમજ વિશ્વમા સૌથી ઓછી શક્તિશાળી સેના ધરાવતા 10 દેશો ભુતાન,બેનિન, મોલ્ડોવા, સોમાલિયા, લાઇબેરિયા, સુરીનામ, બેલીઝ, મધ્ય આફ્રિકન પ્રજાસત્તાક, આઇસલેન્ડ, સિઍરા લિયોન છે.
Read More