📌 સાબરમતી રિવરફ્રન્ટ પર ‘અક્ષર રિવર ક્રૂઝ’નો ઑનલાઇન શુભારંભ
➡️ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર ભારતમાં નિર્મિત થયેલ ‘અક્ષર રિવર ક્રૂઝ’નું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોન્ચિંગ કર્યું હતું.
➡️ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ વિકસાવવામાં આવેલ આ ક્રૂઝ ભારતમાં મેક-ઈન ઈન્ડિયા હેઠળ ₹15 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ પ્રથમ પેસેન્જર કેટામરિન છે, જે ટ્વિન એન્જિન સાથે છે અને તે સુરક્ષિત રીતે દોઢ કલાક મુસાફરી કરી શકે છે.
➡️ આ 30 મીટર લાંબી ક્રૂઝ અમદાવાદના તમામ નાગરિકો અને દેશ-વિદેશના નાગરિકો માટે અહીં આકર્ષણનું કેન્દ્ર બનશે.
Read More