📌 હર્ષ ચૌહાણે NCST ચેરમેન પદેથી રાજીનામું આપ્યું
➡️ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST)ના અધ્યક્ષ હર્ષ ચૌહાણે તેમનો કાર્યકાળ સમાપ્ત થવાના આઠ મહિના પહેલા રાજીનામું આપી દીધું છે. તેમનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વીકાર્યું હતું. તેમના રાજીનામા બાદ, આદિવાસી અધિકાર સંસ્થા એકલા સભ્ય અનંતા નાયક સાથે કામ કરી રહી છે.
➡️ ફેબ્રુઆરી 2021માં ત્રણ વર્ષની મુદત માટે NCSTના અધ્યક્ષ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. ચૌહાણે મધ્યપ્રદેશમાં આદિવાસીઓ માટે વ્યાપકપણે કામ કર્યું છે અને અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમ સહિત સંઘ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
➡️ નોંધ : નવા વન સંરક્ષણ નિયમો, 2022 ધ્વારા પ્રોજેક્ટ ક્લિયરન્સને પ્રાધાન્ય આપીને વન અધિકાર અધિનિયમ, 2006નું ઉલ્લંઘન કર્યું છે
Read More