2021-22 માટે પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ 2.0 પર રિપોર્ટ જાહેર

📌 2021-22 માટે પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ 2.0 પર રિપોર્ટ જાહેર

➡️ શિક્ષણ મંત્રાલયે વર્ષ 2021-22 માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ (PGI) 2.0 પર રિપોર્ટ જાહેર કર્યો હતો. વર્ષ 2021-22 માટે પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ 2.0 એ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 10 શ્રેણીઓમાં વર્ગીકૃત કર્યા છે, એટલે કે, સર્વોચ્ચ ગ્રેડ દક્ષ છે, જે કુલ 1000 ગુણમાંથી 940 કરતાં વધુ ગુણ મેળવનાર રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ માટે છે. 460 સુધીના સ્કોર માટે સૌથી નીચો ગ્રેડ આકાંશી-3 છે.
➡️ PGIના દક્ષ (941-1000), ઉત્કર્ષ (881-940), અતિ-ઉત્તમ(821-880), ઉત્તમ (761-820), પ્રચેષ્ટા-1 (701-760)ની કેટેગરીમાં એકપણ રાજ્ય નથી. જ્યારે પ્રચેષ્ટા-2 (641-700) લેવલમાં ચંડીગઢ, પંજાબને સ્થાન મળ્યું છે. પ્રચેષ્ટા-3 (581-640) કેટગરીમાં ગુજરાત, કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ રહ્યા છે. PGIના ટોચના 5 લેવલમાં એક પણ રાજ્ય નથી તથા મેઘાલય સૌથી છેલ્લા સ્થાને છે. અકાંશી- 2 (461-520) કેટેગરીમાં આસામ, નાગાલેન્ડ, બિહાર, ઓડીસા, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, મણીપુર, યુ.પી છે. અકાંશી-3 (401-460)માં અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ છે.
➡️ જાહેર થયેલાં પરિણામોમાં ગુજરાતનો સ્કોર કુલ 1000માંથી 599 પોઈન્ટ સાથે દેશમાં 5મા ક્રમે રહ્યું છે. આ વર્ષે ગુજરાતનો સ્કોર ઘટ્યો છે. ગયા વર્ષે ગુજરાતને 1000માંથી 903 માર્ક મળ્યા હતા જ્યારે આ વર્ષે માત્ર 599 માર્ક મળ્યા છે એટલે કે 304 માર્ક ઘટ્યા છે.
➡️ PGIનો મુખ્ય ઉદ્દેશ તમામ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા પુરાવા-આધારિત નીતિ નિર્માણને પ્રોત્સાહન આપવા અને અભ્યાસક્રમ સુધારણાને પ્રકાશિત કરી રાજ્યો વચ્ચે સકારાત્મક સ્પર્ધાને પ્રોત્સાહન આપવાનો છે.
➡️ અત્યાર સુધી શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે વર્ષ 2017-18, 2018-19 , 2019-20 અને 2020-21 માટે PGI અહેવાલ જાહેર કર્યા છે તથા તાજેતરમાં જાહેર થયેલો અહેવાલ વર્ષ 2021-22 માટેનો છે.

Join Our WhatsApp Group

Join our Telegram channel

Follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gujarat Govt. Jobs 📁 India Govt. Jobs
🧮 Quiz 🏆 Mock Test
📖 Old Exam Paper 📃 Yojana
👆 Syllabus 💥 Old Paper