23 August 2023 Current Affairs in Gujarati

Chess World Cup 2023ની ફાઈનલમાં ભારતના રમેશબાબૂ પ્રજ્ઞાનાનંદ

 • ચેસ વર્લ્ડકપ 2023ના સેમીફાઈનલમાં ભારતના ગ્રેંડમાસ્ટર રમેશબાબૂ પ્રજ્ઞાનાનંદે દુનિયાના ત્રીજા નંબરના ખેલાડી અમેરિકી ફૈબિયાનો કારૂઆનાને હરાવી ફાઈનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો.
 • પ્રજ્ઞાનાનંદા વિશ્વનાથન આનંદ પછી વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચનાર બીજો ભારતીય છે અને હવે તે ફાઈનલમાં પણ પહોંચી ગયા છે. 18 વર્ષીય પ્રજ્ઞાનાનંદે ફાઈનલમાં ખિતાબી મેચમાં સામનો વર્લ્ડ નંબર 1 ખેલાડી મૈગ્નસ કાર્લસન સાથે થશે.
 • તેણે વર્ષ 2024માં યોજાનારી કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટમાં પણ સ્થાન મેળવ્યું છે, જે ડીંગ લિરેનના ચેલેન્જરનો નિર્ણય કરશે. તે વિશ્વ કપ ફાઈનલમાં પહોંચનાર બીજો ભારતીય બની ગયો છે. બકી ફિશર અને કાર્લસન પછી કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થનાર પ્રજ્ઞાનાનંદા ત્રીજો સૌથી યુવા ખેલાડી છે.
 • ચેન્નઈથી આવનારા પ્રજ્ઞાનાનંદ 2018માં પ્રતિષ્ઠિત ગ્રેંડમાસ્ટરનો ખિતાબ પ્રાપ્ત કરી ચૂક્યા છે. ભારતના સૌથી ઓછી ઉંમરના અને તે સમયે દુનિયાના બીજા સૌથી ઓછી ઉંમરના ખેલાડી બન્યા હતા.
 • 10 ઓગસ્ટ 2005ના રોજ ચેન્નાઈમાં જન્મેલા રમેશબાબૂ પ્રજ્ઞાનાનંદ ભારતીય ચેસ ખેલાડી છે. પ્રજ્ઞાનાનંદએ 2013માં વર્લ્ડ યુથ ચેસ ચેમ્પિયનશિપ અંડર-8નો ખિતાબ જીત્યો હતો. 7 વર્ષની ઉંમરે આ જીત એ તેમને FIDE માસ્ટરનું બિરુદ આપાવ્યું હતું. આ એક એક ઓપન ટાઇટલ છે, જે ગ્રાન્ડમાસ્ટર અને ઇન્ટરનેશનલ માસ્ટરથી નીચે આવે છે.
 • 2016માં તે 10 વર્ષ, 10 મહિના અને 19 દિવસની ઉંમરે ઇતિહાસમાં સૌથી નાની વયનો આંતરરાષ્ટ્રીય માસ્ટર બન્યો છે. બે વર્ષ પછી 12 વર્ષ, 10 મહિના અને 13 દિવસની ઉંમરે, પ્રજ્ઞાનાનંદએ રશિયન ચેસ સ્ટાર સર્ગેઈ કરજાકિન પછી સૌથી નાની ઉંમરના ગ્રાન્ડમાસ્ટર બન્યા.

ફિફા મહિલા વિશ્વ કપ- 2023

 • FIFA મહિલા વિશ્વ કપ 2023ની અંતિમ મેચમાં, સ્પેનની મહિલા ટીમ ઈંગ્લેન્ડને 1-0 થી હરાવીને પ્રથમ વખત આ ટ્રોફી જીતવામાં સફળ રહી છે. ઓસ્ટ્રેલિયાના સિડની સ્ટેડિયમમાં રમાયેલી આ ટાઈટલ મેચમાં સ્પેન માટે એકમાત્ર ગોલ 23 વર્ષની ઓલ્ગા કાર્મોનાએ કર્યો હતો. સ્પેનિશ ટીમ ફિફા વિમેન્સ વર્લ્ડ કપ ટાઈટલ જીતનારી 5મી ટીમ બની ગઈ છે.
 • પહેલી વખત ફીફા વિમેન્સ વર્લ્ડ કપ જીતવા ઉપરાંત સ્પેન ટીમ એવી ટીમ બની ગઈ છે,જેણે એક સમયમાં ત્રણ ફીફા વર્લ્ડ કપ ટ્રોફીનું ગત ચેમ્પિયન જીત્યું.
 • વર્ષ 2022માં ફીફા અંડર-19 વિશ્વ કપની ટ્રોફી,
 • વર્ષ 2022માં અંડર-20ની વિમન્સ વિશ્વ કપ ટ્રોફી
 • વર્ષ 2023માં ફીફા વિમન્સ વિશ્વ કપનો ખિતાબ
 • FIFA મહિલા વિશ્વ કપની નવમી આવૃત્તિ
 • સંયુક્ત રીતે યજમાની : ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ
 • એક કરતાં વધુ યજમાન રાષ્ટ્રો સાથેનો પ્રથમ ફિફા મહિલા વિશ્વ કપ
 • બહુવિધ સંઘોમાં યોજાયેલો પ્રથમ વિશ્વ કપ (ઓસ્ટ્રેલિયા એશિયન સંઘમાં અને ન્યુઝીલેન્ડ ઓશનિયન કન્ફેડરેશન)
 • તે દક્ષિણ ગોળાર્ધમાં યોજાયેલો પ્રથમ મહિલા વિશ્વ કપ પણ હતો
 • ટીમો : ૩૨
 • મહિલા ફિફા વર્લ્ડ કપની 9મી આવૃતિમાં પહેલીવાર 8 ટીમો પદાર્પણ. ફિલિપાઇન્સ, આયર્લેન્ડ, ઝામ્બિયા, હૈતી, વિયેતનામ, પોર્ટુગલ, પનામા અને મોરોક્કો
 • અમેરિકાએ 4 વખત મહિલા ફૂટબોલ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે, જ્યારે જર્મનીએ 2 વખત, નોર્વે અને જાપાન આ ટાઈટલ પહેલા 1-1 વખત જીત્યું છે
 • પ્રથમ ફિફા મહિલા વિશ્વ કપ : 1991 : ચીનમાં
 • ફિફા મહિલા વર્લ્ડ કપ 2023 નું મેસ્કટ : તાઝુની -Tazuni™ ( એક આનંદ દાયક, ફૂટબોલ પ્રેમી પેંગ્વિન)

રતન તાતાને મહારાષ્ટ્રનો પ્રથમ ‘ઉદ્યોગ રત્ન’ પુરસ્કાર એનાયત

 • વરિષ્ઠ ઉદ્યોગપતિ રતન રતન તાતાને મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રથમ ‘ઉદ્યોગ રત્ન’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માનમાં મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC) તરફથી શાલ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિ ચિહ્ન આપવામાં આવ્યું હતું.
 • સીરમ સંસ્થાના અદાર પુનાવાલાને ‘ઉદ્યોગ મિત્ર’ એવોર્ડ એનાયત કરાયો હતો. વિલાસ શિંદેને ‘શ્રેષ્ઠ મરાઠી આંત્રપ્રિન્યોર’નો એવોર્ડ મળ્યો હતો. સરકારે પ્રતિષ્ઠિત ઉદ્યોગ સાહસિકોને ‘મહારાષ્ટ્ર ઉદ્યોગ પુરસ્કાર’ પણ એનાયત કર્યા છે.

‘ગ્લોબલ ઇનિશિયેટિવ ઓન ડિજિટલ હેલ્થ (GIDH) – WHO મેનેજ્ડ નેટવર્ક’નો શુભારંભ

 • ગાંધીનગર, ગુજરાત ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસની ઉપસ્થિતિમાં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સંચાલિત ‘ગ્લોબલ ઇનિશિયેટિવ ઓન ડિજિટલ હેલ્થ(GIDH)નો શુભારંભ કરાવ્યો હતો.
 • “ડિજિટલ ઇન હેલ્થ – અનલોકિંગ વેલ્યુ ફોર એવરીવન” વિષય પર વર્લ્ડ બૅન્કનો મુખ્ય અહેવાલ જાહેર કર્યો હતો. ગ્લોબલ ઇનિશિયેટિવ ઓન ડિજિટલ હેલ્થ (GIDH) સ્વાસ્થ્ય વ્યવસ્થા માટે વૈશ્વિક ડિજિટલ સ્વાસ્થ્યમાં તાજેતરના અને ભૂતકાળમાં થયેલા લાભોને મજબૂત કરશે અને સાથે-સાથે ભવિષ્યમાં રોકાણનાં પ્રભાવને વધારવા પારસ્પરિક જવાબદારીને મજબૂત કરશે.
 • GIDH એ WHO સંચાલિત નેટવર્ક (“નેટવર્કનું નેટવર્ક”) હશે, જે નીચેના ચાર પાયાના સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરીને પ્રયાસોનાં પુનરાવર્તન અને “ઉત્પાદનો-કેન્દ્રિત” ડિજિટલ આરોગ્ય પરિવર્તન જેવા પડકારોનો સામનો કરીને ડિજિટલ સ્વાસ્થ્યની સમાન પહોંચને પ્રોત્સાહન આપશે.
 • ડિજિટલ હેલ્થ 2020-2025 પર વૈશ્વિક વ્યૂહરચનાને ટેકો આપવા માટેના પ્રયત્નોને સંરેખિત કરવા; ડિજિટલ હેલ્થ પર વૈશ્વિક વ્યૂહરચનાને સભ્ય દેશો દ્વારા વર્ષ 2020માં મંજૂરી આપવામાં આવી હતી, જે ડિજિટલ હેલ્થ ટ્રાન્સફોર્મેશન તરફનો રોડમેપ વ્યાખ્યાયિત કરતી વખતે ક્રિયાઓ અને લક્ષ્યાંકોને સંરેખિત કરવાના માર્ગ તરીકે છે.

શ્રીનગરના ટ્યૂલિપ ગાર્ડનનું નામ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું

 • શ્રીનગરના ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન (ટ્યૂલિપ ગાર્ડન શ્રીનગર)એ UKના વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સમાં પણ સ્થાન બનાવ્યું છે. 5 મિલિયન ટ્યૂલિપ ફૂલોની સુંદર શ્રેણીથી સુશોભિત ટ્યૂલિપ ગાર્ડનનું નામ એશિયાના સૌથી મોટા ટ્યૂલિપ ગાર્ડન તરીકે નોંધાયું છે. તેની સાથે જ આ ફૂલોની 68 વિશેષ જાતો પણ અહીંની સુંદરતા વધારી રહી છે.
 • આ ગાર્ડનનો પાયો 2006માં જમ્મુ-કાશ્મીરના તત્કાલિન મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે નાખ્યો હતો. ટ્યૂલિપ ગાર્ડન શ્રીનગરમાં દાલ સરોવર અને ઝબરવાન ટેકરીઓ વચ્ચે સ્થિત છે અને તે 30 હેક્ટરમાં ફેલાયેલું છે. ટ્યૂલિપ્સના મનોહર પ્રદર્શન ઉપરાંત ગાર્ડન, જે અગાઉ સિરાજ બાગ તરીકે ઓળખાતું હતું, તેમાં અન્ય વસંત ફૂલો છે, જેમ કે હાયસિન્થ્સ, ડેફોડિલ્સ, મસ્કરી અને સાયક્લેમેન.
 • આ પાર્ક 2007માં કાશ્મીર ખીણમાં ફ્લોરીકલ્ચર અને પર્યટનને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે ખોલવામાં આવ્યો હતો. તે ઢાળના મેદાનો પર ટેરેસ શૈલીમાં બાંધવામાં આવ્યું છે, જેમાં સાત ટેરેસનો સમાવેશ થાય છે.
 • જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર દર વર્ષે ટ્યૂલિપ ફેસ્ટિવલનું આયોજન કરે છે, જેનો ઉદ્દેશ્ય તેમના પ્રવાસન પ્રયાસોના ભાગરૂપે બગીચામાં ફૂલોની શ્રેણીને પ્રદર્શિત કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, તે દર વર્ષે વસંતઋતુની શરૂઆત દરમિયાન યોજાય છે.

Join Our WhatsApp Group

Join our Telegram channel

Follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gujarat Govt. Jobs 📁 India Govt. Jobs
🧮 Quiz 🏆 Mock Test
📖 Old Exam Paper 📃 Yojana
👆 Syllabus 💥 Old Paper