📌 63 વર્ષ બાદ ગુજરાતને નેશનલ ચેમ્પિયન મળ્યો
➡️ ગુજરાતના યુવા સ્વિમર આર્યન નેહરાએ નેશનલ સ્વિમિંગમાં ચાર ગોલ્ડ જીતીને રેકોર્ડ સર્જવા ઉપરાંત ઇતિહાસ રચ્યો છે. આર્યન 63 વર્ષના લાંબા ગાળા બાદ નેશનલ ચેમ્પિયન બનેલો ગુજરાતનો પ્રથમ સ્વિમર છે. 19 વર્ષીય આર્યને પોતાની પ્રથમ સિનિયર નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વ્યક્તિગત ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી હતી. આર્યને ચારેય ઇવેન્ટમાં નવો નેશનલ રેકોર્ડ નોંધાવ્યો હતો.
➡️ તેણે 400 મીટર ફી સ્ટાઇલમાં ત્રણ મિનિટ 52.55 સેકન્ડ, 800 મીટર ફ્રી સ્ટાઇલમાં આઠ મિનિટ 01.81 સેકન્ડ, 1500 મીટર ફ્રી સ્ટાઇલમાં 15 મિનિટ 29.78 સેકન્ડના સમય સાથે નવા રેકોર્ડ નોંધાવ્યા હતા. તેણે 400 મીટર વ્યક્તિગત મિડલેમાં ચાર મિનિટ 26.62 સેકન્ડના સમય સાથે નેશનલ રેકોર્ડ સર્જ્યો હતો.
➡️ નોંધ : સપ્ટેમ્બરમાં ચીનના હાંગઝોયુ ખાતેની એશિયન ગેમ્સમાં પણ ભાગ લેશે.
Read More