📌 વન પંડિત પુરસ્કાર
➡️ રાજ્યમાં વનીકરણની પ્રવૃત્તિમાં ખાનગી વ્યક્તિ રસ લે અને તેને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વન પંડિત અંગેના પ્રમાણપત્ર તથા રાજ્યકક્ષાના ઇનામની યોજના જાહેર કરવામાં આવી છે.
➡️ આ પુરસ્કાર અંતર્ગત પ્રથમ ઇનામ વિજેતાને રૂપિયા 50,000, દ્વિતીય ઇનામ 25,000 અને તૃતીય ઇનામ રૂપિયા 10,000 આપવાની જોગવાઇ કરવામાં આવી છે. આ અંગે નોંધણી કરાવવા માટે forests. gujarat.gov.in પર માહિતી આપવામાં આવેલ છે. આ પુરસ્કાર આપવાનો મુખ્ય ઉદેશ્ય વૃક્ષ ઉછેર દ્વારા પર્યાવરણની જાળવણી, વ્યક્તિગત પ્રયાસોને પ્રોત્સાહન આપવા તથા સામાજિક વનીકરણને પ્રોત્સાહન આપવાનો છે.
Read More