📌 તુષાર મહેતાની સોલિસિટર જનરલ તરીકે ફરીથી નિયુક્તિ
➡️ તુષાર મહેતાને ફરી ત્રણ વર્ષના સમયગાળા માટે ભારતના સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તુષાર મહેતાને 10 ઓક્ટોબર, 2018 ના રોજ સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યારથી તેમને બે વખત એક્સટેન્શન આપવામાં આવ્યું છે.
➡️ તુષાર મહેતા ઉપરાંત, છ એડિશનલ સોલિસિટર જનરલને પણ ત્રણ વર્ષના સમયગાળા માટે સુપ્રીમ કોર્ટ માટે પુનઃનિયુક્ત કરવામાં આવ્યા છે, વિક્રમજીત બેનર્જી, કે.એમ. નટરાજ, બલબીર સિંહ, એસવી રાજુ, એન વેંકટરામન અને ઐશ્વર્યા ભાટીને વધારાના સોલિસિટર જનરલ (SSG) તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે.
➡️ કેબિનેટની નિમણૂક સમિતિ (ACC)ની રચના 26 જાન્યુઆરી, 1950ના રોજ કરવામાં આવી હતી. ACC ના કેન્દ્રીય મંત્રી અમિત શાહ છે તથા નરેન્દ્ર મોદી ACC ના પ્રમુખ છે.
➡️ સોલિસિટર જનરલ દેશના બીજા સર્વોચ્ચ કાયદા અધિકારી છે.
Read More