📌 ભારત 6G એલાયન્સ (B6GA)
➡️ ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે 6Gને લઈને ભારત 6G એલાયન્સ (B6GA) નામનું એક નવું જોડાણ શરૂ કર્યું છે. જેનો હેતુ નેક્સ્ટ જનરેશન વાયરલેસ ટેક્નોલોજીમાં નવીનતા અને સહયોગ વધારવાનો છે. ભારત 6G એલાયન્સ’ (B6GA) એ સ્થાનિક ઉદ્યોગો, શૈક્ષણિક સંસ્થાઓ, રાષ્ટ્રીય સંશોધન સંસ્થાઓ અને સરકાર દ્વારા સમર્થિત માનક સંસ્થાઓનું ગઠબંધન છે. B6GA તેના કામની રૂપરેખા 6G વિઝન ડોક્યુમેન્ટ અને આગળના વિકાસ અનુસાર તૈયાર કરશે.
➡️ Bharat6G એલાયન્સ આગામી દાયકામાં ઉભરતી ટેલિકોમ ટેક્નોલોજી અને પ્લેટફોર્મના વિવિધ પાસાઓ પર વિચાર-વિમર્શ કરશે અને 2030 સુધીમાં ભારતને 6G ટેક્નોલોજી અને મેન્યુફેક્ચરિંગમાં ફ્રન્ટ લાઇન યોગદાનકર્તા બનવા સક્ષમ બનાવશે.
Read More