📌 UAEમાં નવું મૂડીરોકાણ મંત્રાલય બનાવવાની જાહેરાત કરી
➡️ સંયુક્ત આરબ અમીરાત – UAEએ દેશમાં રોકાણ વધારવા અને વૈશ્વિક બજારમાં તેની સ્પર્ધાત્મકતા વધારવાના ઉદ્દેશ્ય સાથે એક નવું મૂડીરોકાણ મંત્રાલય બનાવવાની જાહેરાત કરી છે. ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમની અધ્યક્ષતામાં મળેલી UAE કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
➡️ મોહમ્મદ હસન અલ સુવૈદીને મુડીરોકાણ મંત્રાલયના મંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. મંત્રાલયની મુખ્ય જવાબદારીઓમાં રોકાણ નીતિની દરખાસ્ત, વ્યૂહરચના અને કાયદો ઘડવો અને રોકાણના વાતાવરણને પ્રોત્સાહન આપવા અને તેની સ્પર્ધાત્મકતા વધારવા માટે રાષ્ટ્રીય કાર્યક્રમોનો અમલ કરવાનો સમાવેશ થશે.
Read More