📌 GST કાઉન્સિલની 50મી બેઠકની ભલામણો
➡️ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં GST પરિષદની 50મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. GST કાઉન્સિલની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. GST કાઉન્સિલ ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ અને કેસિનોના સંપૂર્ણ મૂલ્ય પર 28 ટકા GST વસૂલવા સંમત થઈ છે. GST કાઉન્સિલે સિનેમા હોલમાં પીરસવામાં આવતા ફૂડ પરનો ટેક્સ ઘટાડીને 5% કર્યો છે. અગાઉ તે 18 ટકા હતો.
➡️ GST પરિષદે અસાધારણ રોગની દવાઓ, કેન્સર માટેની દવાઓ તેમજ તબીબી હેતુ માટેના ખાદ્યાન્નોને વસ્તુ અને સેવાકર – GSTમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. ખાનગી ક્ષેત્રની ઉપગ્રહ પ્રક્ષેપણ સેવા આપતા સંચાલકોને GSTમાંથી મુક્તિ અપાઇ છે.
➡️ GST કાઉન્સિલ 01.08.2023 થી કેન્દ્ર દ્વારા GST એપેલેટ ટ્રિબ્યુનલની સૂચનાની ભલામણ કરી છે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની આગેવાની હેઠળની સમિતિએ ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ અને કેસિનો પર ટેક્સ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. કમિટીએ કહ્યું છે કે ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા ટેક્સ લગાવવો જોઈએ.
Read More