Micron ગુજરાતમાં સ્થપાશે સેમીકંડક્ટર પ્લાન્ટ
અમેરિકન ચિપ મેકર કંપની માઈક્રોન (Micron) ભારતમાં તેનો પહેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ પ્લાન્ટ માટે કંપની બે તબક્કામાં લગભગ $825 મિલિયનનું એટલે કે રૂ. 6,700 કરોડ રોકાણ કરશે. ભારતમાં તેનો પહેલો પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપશે. આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ 2024ના અંત સુધીમાં કાર્યરત થઈ જશે. આ પ્લાન્ટની સ્થાપનાથી ગુજરાતમાં 5000 લોકોને સીધી રોજગારી મળશે. ગુજરાતમાં એક નવો સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ પ્લાન્ટ સ્થપાશે. કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજ્ય સરકારની મદદથી પ્લાન્ટમાં કુલ રોકાણ $75 બિલિયન આશરે રૂ. 22,540 કરોડ થશે.
માઈક્રોનના પ્લાન્ટને સરકારની મોડિફાઈડ એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ (ATMP) યોજના હેઠળ મંજૂરી આપવામાં આવી છે. યોજના હેઠળ, માઈક્રોનને કેન્દ્ર સરકાર તરફથી કુલ પ્રોજેક્ટ ખર્ચ માટે 50% નાણાકીય સહાય અને ગુજરાત રાજ્ય તરફથી કુલ પ્રોજેક્ટ ખર્ચ માટે 20% પ્રોત્સાહન નાણાકીય સહાય મળશે.
Read More