ડોમિસાઈલ સર્ટિફિકેટ કઢાવવા માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા | Domicile certificate Gujarat Documents

Domicile certificate Gujarat Documents : અહીં ડોમિસાઈલ સર્ટિફિકેટ કઢાવવામાટે જરૂરી પુરાવાની યાદી આપવામાં આવી છે. સાથે સાથે Domicile certificate શું છે તેની જાણકારી તેનાથી થતાં વિધાર્થીને ફાયદા અને ડોમિસાઈલ સર્ટિફિકેટ કઢાવવા માટેની પ્રક્રિયાની જાણકારી અહીં આપવામાં આવી છે. 4Gujarat.com પરથી તમે તમામ સરકારી યોજના માટે જરૂરી પ્રમાણપત્રોની માહિતી સરળતાથી મેળવી શકો છો.

ડોમિસાઈલ સર્ટિફિકેટ એટલે શું ?

ડોમિસાઈલ એટલે તમે ગુજરાતના વતની કે ગુજરાતી છો અને તમારે ગુજરાતની કોઈપણ યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય ત્યારે અન્ય રાજયોના વિધાર્થીઓ કરતાં તમારી પસંદગી પહેલી થાય એ માટેનો પુરાવો એટલે ડોમિસાઈલ સર્ટિફિકેટ પુરાવાઓની પ્રમાણિત નકલ.

ડોમિસાઈલ કઢાવવા માટે જરૂરી પુરાવા

1). અરજદારનો તલાટી રૂબરૂ જવાબ

2). પંચનામું

3). સોગંદનામું

4). રહેઠાણના પુરાવા (ગ્રામ પંચાયત/મ્યુનિ. ટેક્ષ બિલ/ લાઇટ બિલ/ ટેલિફોન બિલ. આમાંથી કોઈપણ એક)

5). રેશનકાર્ડ

6). જન્મ અંગેનો પુરાવો (સ્કૂલ લિવિંગ સર્ટિ  અથવા જન્મ પ્રમાણપત્ર)

7). છેલ્લા 10 વર્ષના રહેઠાણના પુરાવા (અભ્યાસ/નોકરી/ મતદાર યાદી/પાન કાર્ડ)

8). ગુજરાત રાજયમાં ધારણ કરેલ સ્થાવર મિલકતનું પ્રમાણપત્ર

9). ધોરણ : 1 થી અત્યાર સુધી કરેલ અભ્યાસના પુરાવા

10). તમારા પિતા/વાલી કયા અને ક્યારથી નોકરી,ધંધો વ્યવસાય કરે છે તેનો દાખલો.

11). સારી ચાલચલગત અંગેનો દાખલો.

12). કોઈ ગુનામાં સંડોવાયેલા નથી તે અંગેનો તમારા વિસ્તારના પોલિશ સ્ટેશનનો દાખલો (અસલમાં રજૂ કરવો)

ઉપરોક્ત રજૂ કરેલ દસ્તાવેજોનો ખરાઈ માટે અસલ દસ્તાવેજોની માંગણી કર્યેથી રજૂ કરવાના રહેશે.

અમલીકરણ કચેરી

  • સ્થાનિક મામલદાર અથવા ગ્રામ તલાટી કચેરી

મહત્વની લિન્ક

ઓનલાઇન અરજી કરવા અહીં ક્લીક કરો : Click here
ઓફલાઇન અરજી કરવા માટેનું ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો : Click here

Share this: