📌 IIT કાનપુરે વિકસાવ્યું આત્મઘાતી ડ્રોન (Suicide Drone)
➡️ IIT કાનપુરે આત્મઘાતી ડ્રોન બનાવ્યું છે. આ ડ્રોનમાં છ કિલોગ્રામ વજનનું હથિયાર એટલે કે વિસ્ફોટક લગાવી શકાય છે. તે 100 કિલોમીટરની રેન્જ સુધીના દુશ્મનના અડ્ડા પર હુમલો કરી શકે છે. IIT કાનપુરે AI ટેક્નોલોજીથી સજ્જ એવું ડ્રોન તૈયાર કર્યું છે. આ ડ્રોન આગામી 6 મહિનામાં ટાર્ગેટ ડિસ્ટ્રક્શન ટ્રાયલ માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે, જેને DRDOના DYSL પ્રોજેક્ટ હેઠળ છેલ્લા એક વર્ષથી તૈયાર કરી રહ્યા છે.
➡️ આ એક કામીકેઝ ડ્રોન છે, તેને ત્રણેય દળો સાથે મોડિફાઈ કરી શકાય છે. 2 મીટર લંબાઈ સાથે કેમેરા અને ઇન્ફ્રારેડ સેન્સર ધરાવતું આ ડ્રોન ફોલ્ડેબલ છે. તેને કેનિસ્ટર અથવા કેટપલ્ટથી લોન્ચ કરી શકાય છે. આ ડ્રોન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (વિઝ્યુઅલ ગાઈડન્સ)ની મદદથી દુશ્મનના ટાર્ગેટને નષ્ટ કરશે. તે બેટરી સંચાલિત સુસાઈડ ડ્રોન છે.
➡️ પ્રક્ષેપણના 40 મિનિટની અંદર તે દુશ્મનના 100 કિલોમીટરના વિસ્તારમાં જઈ શકે, તેના લક્ષ્યથી માત્ર 2 મીટર ડેવિયેટ થઈ શકે છે અને મોટાપાયે વિનાશ કરી શકે છે. આ હાઈબ્રિડ યુદ્ધનો સમય હોવાથી દરેક દેશને આવા આત્મઘાતી ડ્રોનની જરૂર છે.
➡️ ટૂંક સમયમાં તેનું વોરહેડથી પરીક્ષણ કરવામાં આવશે. ડ્રોનને સ્ટીલ્થ ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવ્યું છે, જેથી દુશ્મનનું રડાર કે કેમેરા તેને સરળતાથી જોઈ ન શકે. તે ન્યૂનતમ 100 મીટરની ઊંચાઈ અને મહત્તમ 4.5 કિલોમીટરની ઊંચાઈ સુધી જઈ શકે છે. તેની મદદથી દુશ્મન પર કોઈપણ ઊંચાઈથી હુમલો કરી શકાય છે. તે રાત્રે પણ હુમલો કરી શકે છે. આ ડ્રોન બનાવવા માટે ડિફેન્સ કોરિડોર હેઠળ ફંડ મળ્યું હતું.
➡️ આ ડ્રોનની સૌથી ખાસ વાત એ છે કે તે દુશ્મનના પ્રદેશમાં GPS બ્લોક હોવા છતાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી દુશ્મનના ઠેકાણાઓને નષ્ટ કરશે.
Read More