📌 IOC એ WHO ના ડિરેક્ટર-જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસને ઓલિમ્પિક ઓર્ડર આપ્યો
➡️ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)એ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયસસને ઓલિમ્પિક ઓર્ડરથી નવાજ્યા હતા. કોવિડ-19 રોગચાળા દ્વારા ઊભા થયેલા પડકારો વચ્ચે પણ, ઓલિમ્પિક ગેમ્સ ટોક્યો 2020 થાય તે માટેના પ્રેરણાદાયી પ્રયાસો માટે ડો. ટેડ્રોસને આ માન્યતા આપવામાં આવી હતી. ઓલિમ્પિક ઓર્ડરનું પ્રેઝન્ટેશન ઓલિમ્પિક હાઉસ ખાતે થયું હતું અને IOC ના પ્રમુખ થોમસ બાચ દ્વારા કરવામાં આવ્યું હતું.
Read More