Maitrak vansh in gujarati

Maitrak vansh in gujarati

Maitrak vansh in gujarati : ગુજરાતનો આધારભૂત ઈતિહાસ વલભીથી શરૂ થાય છે. સેનાપતિ ભટ્ટાર્કે મૈત્રક વંશની સ્થાપના કરી રાજધાની ગિરિનગરથી વલભી ખસેડી હતી.

• મગધના ગુપ્ત સામ્રાજ્યમાંથી ગુજરાતને મુક્ત કરાવ્યું હોવાથી સેનાપતિ ભટ્ટાર્કની ગુજરાતના ઈતિહાસ પુરુષ તરીકે ગણના થાય છે.

વલભી વિશે જાણવા જેવું.

• વલભી સૌરાષ્ટ્રના દ્વિપકલ્પના પૂર્વ કિનારા પાસે આવેલ નગરી હતી.

• સંસ્કૃતમાં તેને વલભી, પ્રાકૃતમાં વલહિ અને બ્રિટિશકાળમાં તે વળા તરીકે જાણીતું હતું.

•  વર્ષ 1945માં વળાને બદલે તેનું પ્રાચીન નામ વલભીપુર કરાયું.

♦ વલભી શબ્દના બે અર્થ છે જેમાં એક છાપરું, વાંસવાળીઓ વગેરેનું માળણ અને બીજો ઘરનો સહુથી ટોચનો ભાગ, સપાટ છાપરા પરનું શિરોગૃહ.

♦ વલભી પાસેથી ઘેલો નદી વહે છે અને ખંભાતના અખાતની ખાડીમાં ભળી જાય છે.

• ઈ.સ.ની ચોથી સદીમાં થયેલા મલ્લવાદીની કારકિર્દી વલભી સાથે સંબંધિત છે

મૈત્રક વંશના શાસકો

સેનાપતિ ભટ્ટાર્ક

•  ભટ્ટાર્ક એટલે ભટો(સૈનિકો) અર્ક (સૂર્ય)

•  અનુશ્રુતિ અનુસાર મૈત્રકો પહેલા પાશુપત લકુલીશના શિષ્ય મિત્રમાંથી ઉત્પન્ન થયેલા મૈત્ર્યો હતા.

 • સેનાપતિ ભટ્ટાર્ક સુરાષ્ટ્રમાં સેનાપતિ હશે તેવું મનાય છે અને તે પોતે પ્રતાપી યોદ્ધો હતો. ભટ્ટાર્કે સ્કંદગુપ્તના સૌરાષ્ટ્રના સૂબા પર્ણદત્ત સાથે સંઘર્ષ થયો હશે તેમ મનાય છે.

• ભટ્ટાર્ક મૈત્રકકુળનો પરમ માહેશ્વર (શૈવ) હતો. તેની પોતાની રાજમુદ્રામાં રાજપ્રતિક તરીકે શિવના વાહન નંદિ વૃષભની પસંદગી કરી. રાજમુદ્રામાં પોતાનું મૂળ નામ શ્રીભટક્ત પ્રયોજ્યું હતું. 

• ભટ્ટાર્કે પોતાને સેનાપતિ તરીકે જ ઓળખાવાનું ચાલુ રાખ્યું હતું.

•  ભટ્ટાર્કની ધાર્મિક ઉદારતાના કારણે તેણે વલભીમાં ભટ્ટાર્ક વિહાર નામક બૌદ્ધ મઠ બંધાવ્યો હતો.

ધરસેન પ્રથમ

• તેણે પણ કોઈ રાજિબરુદ ધારણ ન કરતા સેનાપતિનું બિરુદ ચાલુ રાખ્યું હતું.

• ધરસેન પ્રથમના શાસન સમયે ગુપ્ત સમ્રાટ બુદ્ધ ગુપ્ત હતો અને બુદ્ધગુપ્તને ભટ્ટાર્ક પ્રત્યે પરમ આદર હતો.

• વલભી વિદ્યાપીઠની સ્થાપના કરી હતી.

દ્રૌણસીંહ

• ધરસેનનો ઉત્તરાધિકાર એના નાના ભાઈ દ્રોણસિંહને મળ્યો.

• ગુપ્ત સમ્રાટ બુદ્ધગુપ્તે દ્રોણસિંહને સ્વતંત્ર રાજવી તરીકે માન્યતા આપી. 

♦ દ્રોણસિંહે મહારાજ બિરુદ ધારણ કર્યુ અને ભૂમિદાન પણ કર્યું.

• દ્રોણસિંહ નક્કી કરેલા વિધિવિધાન પાળતો અને ધર્મરાજની જેમ વિનય વ્યવસ્થાની પદ્ધતિ અનુસરતો. જેથી મૈત્રક વંશમાં વ્યવસ્થિત રાજ્યતંત્ર દ્રોણસિંહના શાસનમાં સ્થપાયું.

• તેના સમયમાં આયુક્તક, વિનિયુક્તક, મહત્તર, દ્રાંગકિ વગેરે અધિકારીઓના તંત્રની તેમજ વિષય, આકરણી, ઢંગ અને ગ્રામ જેવા વહીવટી વિભાગોની વ્યવસ્થા શરૂ થઈ.

• તેઓએ પાંડુરાજ્જા નામક દેવીના મંદિરને (વલભી) ત્રિસંગમક નામક ગામનું દાન કરેલું. તામ્રશાસન એ મૈત્રક વંશનું પ્રથમ જ્ઞાન દાનશાસન છે.

• દાનમાં આપેલું ગામ હસ્તવપ્ર (હાથબ) આકરણી નામે વહીવટી વિભાગમાં આવેલું હતું.

ધ્રુવસેન પ્રથમ

• મહારાજ દ્રોણસિંહનો ઉત્તરાધિકાર તેના નાનાભાઈ ધ્રુવસેન પ્રથમને મળ્યો.

•  તેના શાસનમાં મૈત્રકવંશના સૌથી વધુ 24 દાન શાસન મળ્યા છે.

•  તેણે ૫૨મ ભાગવત (વૈષ્ણવ) સંપ્રદાય અંગીકાર કર્યો હતો.

• તેની પ્રશસ્તિમાં તેને ફળ આપવામાં કલ્પતરુ જેવા કહેવાયો છે.

• તેના શાસનથી માલુમ પડે છે કે મૈત્રકોની સત્તા સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પ્રવર્તતી હશે.

•  પ્રશસ્તિમાં તેને પરાક્રમી,શરણદાતા, દાનવીર અને શાસ્ત્રાર્થ તત્ત્વોનો જાણકાર કહેવાયો છે.

ધરપટ્ટ

•તે સેનાપતી ભટ્ટર્કનો સૌથી નાનો જ્ઞાત પુત્ર છે.

• તે પરમ આદીત્ય ભકત હતો.

ગ્રુહસેન

• ધરપટ્ટનો ઉત્તરાધિકાર તેના પુત્ર ગુહસેનને પ્રાપ્ત થયો.

• ગુહસેનને આ વંશનો પ્રતાપી શાસક તથા પ્રજાપ્રિય શાસક માનવામાં આવે છે.

• તેના પાંચ અભિલેખ મળ્યા, જેમાં ત્રણ તામ્ર શાસન, એક મૃત્પાત્રલેખ અને એક શિલાલેખ છે. 

• તે પોતાને પરમ ઉપાસક તરીકે ઓળખાવતો.

ધરસેન બીજો

• ગ્રુહ્સેન પછી તેનો પુત્ર ધસસેન બીજો ગાદીએ આવ્યો

• તે ધનુવિર્ધામાં કુશળ હતો

શિલાદિત્ય પ્રથમ

• તેની સત્તા માળવા સુધી પ્રવર્તતી હતી. વિંધ્ય પ્રદેશ પર તેણે સત્તા સ્થાપી હતી.

• તે પરા તથા અપરા વિદ્યાનું અધ્યયન કરતો.

• ધર્માદિત્ય બિરુદ ધારણ કર્યું હતું.

• આર્યમંજુલશ્રીમૂલકલ્પ ગ્રંથ તેને ધર્મરાજ તરીકે ઓળખાવે છે.

ખરગ્રહ પ્રથમ

• શિલાદિત્ય પ્રથમને દેરભટ્ટ નામક પુત્ર હતો પરંતુ શિલાદિત્ય પ્રથમનો ઉત્તરાધિકાર તેના નાનાભાઈ ખરગ્રહ પ્રથમને મળ્યો હતો.

ધરસેન ત્રીજો

• ખરગ્રહ પ્રથમ પછી તેનો મોટો પુત્ર ધરસેન ત્રીજો ગાદીએ આવ્યો.

ધ્રુવસેન બીજો (બાલાદિત્ય)

•  થાણેશ્વરમાં પુષ્પભૂતિ નામક વ્યક્તિએ પુષ્પભૂતિ વંશની સ્થાપના કરી હતી. આ વંશના પુષ્પભૂતિ, નવર્ધન, રાજ્યવર્ધન, આદિત્યવર્ધન, પ્રભાકરવર્ધન જેવા રાજાઓ થઈ ગયા.

•  ધરસેન ત્રીજાનો ઉત્તરાધિકાર તેના નાનાભાઈ ધ્રુવસેન બીજાને પ્રાપ્ત થયો.

•  તેના સમયમાં મૈત્રક વંશની કીર્તિ સમગ્ર ભારતમાં પ્રસરી હતી.

• તેણે બાલાદિત્ય નામ ધારણ કર્યું હતું.

• હ્યુએન સંગ ચીન પહોંચ્યા પછી મહાબોધી મઠના સાધુઓ તેને પત્ર લખતા હતા.

•  સમ્રાટ હર્ષવર્ધને ધ્રુવસેન બીજાને પરાજય આપ્યો ત્યારે નાંદીપુરી રાજ્યના રાજા દધ બીજાએ ધ્રુવસેન બીજાને આશ્રય આપ્યો હતો.

• ચીની યાત્રી હ્યુ એન સંગે ઈ.સ.640માં વલભીની મુલાકાત લીધી હતી.

• ધ્રુવસેન બીજાને હર્ષવર્ધન સાથે સામાધાન મૈત્રક વંશ સાથે લગ્નસંબંધ બાંધ્યા હતા.

• હર્ષવર્ધને પોતાની પુત્રી ધ્રુવસેન બીજા સાથે પરણાવી

• ધ્રુવસેન બીજો હર્ષવર્ધનનો જમાઈ હોવાથી ઈ.સ.644માં ગંગા-યમુનાના સંગમ પર છઠ્ઠી પંચવાર્ષિક પરિષદમાં હર્ષવર્ધને વલભીપતિ ધ્રુવસેન બીજાને અગ્રીમ સ્થાન આપ્યું હતું.

•  તેણે વ્યાકરણના પાણિની તંત્રનો સારો અભ્યાસ કર્યો હતો.

• ચીની પ્રવાસી હ્યુ એન સંગે તેની નોંધમાં ધ્રુવપટુ તરીકે તેનો ઉલ્લેખ કર્યો.

• હ્યુ એન સંગના મતે ધ્રુવસેન બીજો પ્રતિ વર્ષ સાત દિવસની મોટી ધર્મ પરિષદ બોલાવે છે.

શીલાદિત્ય-પહેલો

 ધરસેન-બીજા પછી તેનો પુત્ર “શીલાદિત્ય-પહેલો” રાજ ગાડીએ આવ્યો.

 શીલાદિત્ય-પહેલો પ્રતાપી રાજા હતો તેના સમયમાં મૈત્રકવંશનું શાસન માળવા સુધી વિસ્તરેલું હતું.  

> શીલાદિત્ય-પહેલાએ “ધર્માદિત્ય” ની પદવી ધારણ કરી હતી.

> “આર્યમંજુશ્રી મૂલકલ્પ” ગ્રંથમાં શીલાદિત્ય-પહેલાને “ધર્મરાજ” કહેવાયો છે.

> ગુપ્ત સમ્રાટોની જેમ બીજું નામ ધારણ કરવા વાળો પ્રથમ રાજા છે.

> શીલાદિત્ય-પહેલો દર વર્ષે એક “મોક્ષપરિષદ” નું આયોજન કરતો હતો. તેમાં ભિક્ષુકોને પુષ્કળ દાન આપતો હતો.

> ચીની મુસાફર “હ્યુ-એન-ત્સાંગ” એ તેમની દાનપ્રિયતાના વખાણ કર્યા છે.

> શીલાદિત્ય-પહેલાએ પોતાના ઉત્તરાધિકારી તરીકે પોતાનો દેવભદ્રનામનો પુત્ર હોવા છતાં, પોતાના નાના ભાઈ “ખરગ્રહ-પ્રથમ” ની પસંદગી કરી હતી.

> ખરગ્રહ-પ્રથમ પછી “ધરસેન-ત્રીજો”  ગાદીએ બેઠો.

ધ્રુવસેન બીજો

> ધરસેન ત્રીજા પછી તેનો નાનો ભાઈ “ધ્રુવસેન-બીજો” રાજગાદ્દીએ બેઠો.

> ધ્રુવસેન બીજાએ “બાલાદિત્ય” ઉપનામ ધારણ કર્યું હતું. 

> ધ્રુવસેન બીજાના સમયમાં મૈત્રક રાજાઓની કિર્તિ સંપૂર્ણ ભારતમાં પ્રસરી હતી.

> ઇ.સ 629 થી 640ની વચ્ચે ભારતના સમ્રાટ “હર્ષવર્ધને” વલભી ઉપર આક્રમણ કર્યું હતું અને તેમાં “ધ્રુવસેન બીજા” ની હાર થઈ હતી.

> ધ્રુવસેન બીજાએ ભરૂચના ગુર્જર રાજા દદ્દબીજાના દરબારમાં શરણ લીધી અને તેમણે હર્ષવર્ધન પાસેથી ધ્રુવસેન-બીજાનું રાજય પાછું અપાવ્યું.

> હર્ષવર્ધને ધ્રુવસેન બીજાને પોતાના પક્ષમાં રાખવા પોતાની પુત્રીના લગ્ન ધ્રુવસેન-બીજા સાથે કરાવ્યા હતા.

> ધ્રુવસેન-બીજાના સમયમાં ચીની યાત્રાળૂ “હ્યુ એન ત્સાંગે” ઇ.સ 640માં મુલાકાત લીધી હતી.

ધરસેન-ચોથો

> ધ્રુવસેન-બીજા પછી તેનો પુત્ર “ધરસેન-ચોથો” રાજગાદીએ બેઠો.

> ધરસેન ચોથાએ “પરમભટ્ટાર્ક, મહારાજાધિરાજ, પરમેશ્વર અને ચક્રવર્તી જેવા બિરૂદો ધારણ કર્યા હતા. 

> ધરસેન-બીજો ચક્રવતીનું મહાબિરુદ ધારણ કરનાર મૈત્રક વંશનો પ્રથમ રાજા હતો.

> ધરસેન-ચોથાના સમયમાં મૈત્રક વંશનો વિસ્તાર સૌરાષ્ટ્ર, ખેટક, ભૂર્ગુકચ્છ, શિવભાગપૂર, સૂર્યાપર, આનર્તપૂર, માલવા અને સહ્યાદ્રી સુધી પ્રસર્યો હતો.

> ધરસેન-ચોથાના સમયમાં વલભી રાજય આર્થિક સમૃદ્ધિની ટોચે પહોચ્યું હતું.

> “રાવણવધ” અને “ભટ્ટીકાવ્ય” નામના પ્રખ્યાત ગ્રંથના રચયેતા “કવિભટ્ટી” ધરસેન-ચોથાના કવિ આશ્રિત હતા.

>> ધરસેન ચોથા પછી ક્રમશ: ધુવસેન-ત્રીજો, ખરગ્રહ-બીજો(ધર્માદિત્ય), શીલાદિત્ય-ત્રીજો, શીલાદિત્ય-ચોથો, શીલાદિત્ય-પાંચમો, શીલાદિત્ય- છઠ્ઠો અને છેલ્લે શીલાદિત્ય-સાતમો વલભીની રાજગાદી પર આવ્યા હતા.

> શીલાદિત્ય-સાતમો મૈત્રક વંશનો છેલ્લો રાજા હતો.

> ઇ.સ 788ના અંત ભાગમાં આરબ આક્રમણકારીઓની અસરથી વલભીનો અંત થયો.

Gujarat History ના અન્ય ટોપીક વાંચવા :- અહિયા ક્લિક કરો

Maitrak vansh Quiz in gujarati

1➤ પ્રાચીન ભારતના સુવર્ણયુગ તરીકે કયા કાળને ઓળખવામાં આવે છે?

2➤ ગુપ્ત સામ્રાજયનો સ્થાપક કોને માનવામાં આવે છે?

3➤ ગુપ્ત સંવત કયારે શરૂ થયો હતો?

4➤ ગુપ્ત સંવતની શરૂઆત કોણે કરી હતી?

5➤ ભારતના નેપોલિયન તરીકે કોને ઓળખવામાં આવે છે?

6➤ સમુદ્રગુપ્તે કયા દેશ સાથે બે(2) વાર યુદ્ધ કર્યું અને ‘દેવપુત્ર’ નો ઈલ્કાબ મેળવ્યો.

7➤ ‘ઓકસફર્ડ ઓફ મહાયાન બૌદ્ધ’ તરીકે કઈ વિધાલય ઓળખાય છે?

8➤ રાજાએ હુણોને હરાવ્યા હતા- જેનો ઉલ્લેખ જૂનાગઢના અભિલેખમાં જોવા મળે છે?

9➤ સ્કંદગુપ્તના ગિરિનગર ખાતેના સૂબાનું નામ શું હતું?

10➤ સમુદ્રગુપ્તને ‘ભારતનો નેપોલિયન’ કોણે કહ્યો છે?

11➤ સ્કંદગુપ્તના ઘણા સિક્કાઓ પર ગરુડનાં સ્થાને શાનું ચિહ્ન જોવા મળે છે?

12➤ ‘શકાદિત્ય’ ઉપનામ કોણે ધારણ કર્યું હતું?

13➤ ગુપ્તવંશના વાસ્તવિક સંસ્થાપક કોને માનવામાં આવે છે?

14➤ ગુપ્તરાજાઓ કોના સામંતો હતા એવું માનવામાં આવે છે?

15➤ કુમારગુપ્તે કયું ઉપનામ ધારણ કર્યું હતું?

16➤ વિક્રમાદિત્ય તરીકે કયો ગુપ્ત રાજા અપાર ખ્યાતિ પામ્યો?

17➤ ગુજરાતમાં ગુપ્ત સમ્રાટોનુ શાસન કેટલા વર્ષ રહ્યું- અને તેની શરૂઆત કયા રાજાથી થઈ હતી? – 55 વર્ષ- ચંદ્રગુપ્ત દ્વિતીય

18➤ સૈન્ધવવંશની રાજધાની કઈ હતી?

19➤ લાટ દેશના કયા બૌદ્ધ ભિક્ષુએ છઠ્ઠી સદીમાં ચીનમાં જઈ પાલિગ્રંથોનો ચીની ભાષામાં અનુવાદ કર્યો હતો?

20➤ ગુજરાતમાં ચાપવંશની રાજધાની કઈ હતી?

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.