આવકવેરા વિભાગ દ્વારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે વારંવાર સૂચનાઓ આપવામાં આવી રહી છે, તેમ છતાં કેટલાક પાન કાર્ડ ધારકોએ હજુ સુધી આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યું નથી. ભારતમાં કુલ 61 કરોડ પાન કાર્ડ માંથી અત્યાર સુધીમાં લગભગ 48 કરોડ પાન કાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કરવામાં આવ્યા છે. 13 કરોડ લોકો એવા છે જેમના પાન કાર્ડ હજુ સુધી લિંક થયા નથી. તમારા મન માં એક સવાલ હશે કે અમારું પાન કાર્ડ એ આધારકાર્ડ સાથે લિંક છે કે નહિ! તે કઇ રીતે ચેક કરવું? તો અમે તમને આ આર્ટિકલ માં જણાવીશું;
પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક છે કે નહિ તે કઇ રીતે ચેક કરવું?
તમારુ પાનકાર્ડ એ આધારકાર્ડ સાથે લિંક છે કે નહિ તે ચેક કરવા માટે ની 2 રીત નીચે મુજબ આપેલ છે;
રીત 1 :
- સૌથી પહેલા તમે “Income Tax” ની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ અથવા અહીં ક્લિક કરો
- પછી તમે નીચે સ્ક્રોલ ડાઉન કરીને “Quick Links” માં ‘Link Aadhaar‘ ના વિકલ્પ પર ક્લિક કરો
- ત્યાં, તમે પાન કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર દાખલ કરો
- પછી તમે નીચે “Validate” બટન પર ક્લિક કરો
- છેલ્લે “Your PAN BZXXXXXX7H is already linked to given Aadhaar 69XXXXXXXX24” આવો મેસેજ દેખાય તો તમારુ પાનકાર્ડ એ આધારકાર્ડ સાથે લિંક છે.
રીત 2 :
- સૌથી પ્રથમ તમે અહીં ક્લિક કરો
- ત્યાર બાદ, તમે “પાન કાર્ડ નંબર” અને “જન્મ તારીખ” દાખલ કરો
- પછી “કેપ્ચા કોડ” દાખલ કરો અને “SUBMIT” બટન પર ક્લિક કરો
- બસ! “Aadhaar is already linked to PAN” આવો મેસેજ દેખાય તો તમારુ પાનકાર્ડ એ આધારકાર્ડ સાથે લિંક છે.
જો તમે હજુ સુધી પાન કાર્ડ સાથે આધારકાર્ડને લિંક ન કર્યું હોય તો આ પોસ્ટમાં પાન કાર્ડને આધારકાર્ડ સાથે કઈ રીતે લિંક કરવું તેના વિશે માહિતી આપી છે.
ઉપર જણાવેલ માહિતી અંગે કોઇ પ્રશ્ન હોય તો Comment માં જણાવી શકો છો.
Read More