કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ભારતમાં ખેડૂતોને ઓછા સમય માટે લોન લેવાના હેતુથી શરૂ કરવામાં આવી હતી. ખેડૂત પોતાની ખેતીની જરૂરીયાતોને પૂર્ણ કરવા માટે કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી ઓછા વ્યાજ દરે લોન લઇ શકે છે. આ ક્રેડિટ કાર્ડ ની મદદથી ખેડૂતો બિયારણ, વીજ બિલ, ખાતર અને અન્ય જરૂરી કામ માટે ખર્ચો કરી શકે છે. અને તમે લોન ની ભરપાઈ પણ એકદમ સરળ રીતે છો.
કિસાન ક્રેડિટ કાર્ડ શું છે?
કિસાન ક્રેડિટ કાર્ડને વડા પ્રધાન કિસાન સન્માન નિધિ યોજના (પીએમ કિસાન સન્માન નિધિ યોજના) સાથે જોડવામાં આવ્યું છે. જેનો લાભ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પહેલાથી નોંધાયેલા ખેડુતોને થાય છે. આ અંતર્ગત લેવામાં આવેલી લોન પર વાર્ષિક 7 % ના દરે વ્યાજ લેવામાં આવે છે, જો ખેડૂત સમયસર લોનની ભરપાઈ કરે તો તેને પણ 3 % ની છૂટ મળે છે.
કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતો 1.6 લાખ રૂપિયાની લોન કોઈ ગેરંટી વગર લઇ શકે છે. ખેડૂત આ કાર્ડ થી 3 વર્ષમાં 5 લાખ રૂપિયા સુધીની લોન લઇ શકે છે.
શું છે કિસાન ક્રેડિટ કાર્ડ ના ફાયદા ?
કિસાન ક્રેડિટ કાર્ડના ફાયદા નીચે પ્રમાણે આપેલ છે
- કિસાન ક્રેડિટ કાર્ડ થી તમે કોઈપણ દુકાનમાંથી ખરીદી શકો છો.
- અને તમે સરળતાથી ખેતી માટે ખાતર, કીટનાશક, વીજ બિલ અને પર્શનલ ખર્ચ પણ કરી શકો છો.
- આ ક્રેડિટ કાર્ડ થી તમે ATM માંથી પૈસા પણ ઉપાડી શકો છો, તમે તામરી જરૂરિયાત અનુસાર પૈસા ઉપાડી શકો છો.
- ધારો કે તમારા કાર્ડની લિમિટ ૨ લાખ રૂપિયા છે, અને તમે બે વાર એક-એક લાખ રૂપિયા ઉપાડી શકો. પછી તમે લોનની ભરપાઈ કરી ને ફરી થી થી ૨ લાખ રૂપિયા ખર્ચ કરી શકો છો. આ રીતે તમે કેટલી પણ વાર કરી શકો છો.
- તમે કિસાન ક્રેડિટ કાર્ડની મદદથી પાક માટે ખર્ચો કરી શકો છો અને પાક વેચ્યા પછી લોન પણ ભરી શકો છો.
- દર વર્ષે લોન લેવાં માટે અરજી કરવાની જરૂર નથી, સાથે ઇન્સ્યોરન્સ વીમો પણ મળી જશે.
કિસાન ક્રેડિટ કાર્ડ ક્યાંથી અને કેવી રીતે મેળવવું ?
- તમે કિસાન ક્રેડિટ કાર્ડ ક્ષેત્રીય ગ્રામીણ બેંક, કોપ્રેટિવ બેંક, રીજનલ રૂરલ બેંક, પ્રાઈવેટ બેંક અને સરકારી બેંક મા કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકો છો.
કિસાન ક્રેડિટ કાર્ડ માટે જરૂર ડોક્યુમેન્ટ શું છે ?
કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા જરૂરી ડોક્યુમેન્ટ નીચે આપેલ છે;
- ભરેલો અરજી પત્ર.
- બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ.
- આઈડી પ્રૂફ (જેમ કે; ડ્રાઈવિંગ લાયસન્સ/આધાર કાર્ડ/મતદાર ઓળખ કાર્ડ/પાસપોર્ટ.)
- એડ્રેસ પ્રૂફ (જેમ કે; ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ.)
- મહેસૂલ સત્તાવાળાઓ દ્વારા યોગ્ય રીતે પ્રમાણિત જમીન ધારણનો પુરાવો.
- વાવેતર પેટર્ન (ઉગાડવામાં આવેલ પાક).
- રૂ.1.60 લાખ અથવા રૂ.3.00 લાખથી વધુની લોન મર્યાદા માટેના સુરક્ષા દસ્તાવેજો (જેમ લાગુ પડે તે)
કિસાન ક્રેડિટ કાર્ડ લોન રકમ કેવી રીતે ભરવી ?
કિસાન ક્રેડિટ કાર્ડ પર ખર્ચ કરેલ અથવા લોન રકમ ભરપાઈ નીચે પ્રમાણે કરવાની રહેશે.
- ખરીફ પાક માટે ૧ એપ્રિલ થી ૩૦ સપ્ટેમ્બર સુધી ની લોન તમે ૩૧ જાન્યુઆરી સુધી ભરી શકો છો.
- રવિ પાક માટે ૧ ઓક્ટોબર થી ૩૧ માર્ચ સુધીની લોન ૩૧ જુલાઈ સુધી ભરી શકો છો.
- ખરીફ અને રવિ બંને પાક માટે લોન લીધેલ હોય તો ૩૧ જુલાઈ સુધી ભરપાઈ કરવાની રહેશે. લોગ ટાઈમ માટે લોન લીધેલ હોય તો ૧૨ મહિના ની અંદર ભરપાઈ કરવાની હોય છે.
- લોન ભરવા માટે તમારા ક્રેડિટ કાર્ડ ખાતામાં રકમ જમાં કરાવવા ની રહેશે.
કિસાન ક્રેડિટ કાર્ડ પર કેટલી લોન મળે છે? અને કેટલો ખર્ચે કરી શકો છો?
- કિસાન ક્રેડિટ કાર્ડ માં તમારી જમીનની કિંમત અને તમારા પાક ને આધારે રકમ નક્કી કરવામાં આવે છે.
- તમારી જરૂરત પ્રમાણે લોન પાસ કરવામાં આવે છે, અને તમારી પાસે થોડી જમીન હસે તો લોન પણ થોડી મળશે.
- કિસાન ક્રેડિટ કાર્ડ ની ક્રેડિટ લિમિટ પણ દર વર્ષે વધે છે, લગભગ ૧૦% દર વર્ષે ક્રેડિટ લિમિટ વધે છે.
કિસાન ક્રેડિટ કાર્ડ લોન કેટલા વ્યાજ દરે મળે છે?
- કિસાન ક્રેડિટ કાર્ડ લોન માટે દરેક બેંક મા અલગ અલગ વ્યાજ દર હોય છે અને સરકારી સબસીડી સ્કીમ ચાલુ હોય તો લાભ મળી શકે છે.
અન્ય માહિતી
કિસાન ક્રેડિટ કાર્ડ, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.
Read More