વર્લ્ડ કપ નું ટાઈમ ટેબલ જાહેર

ભારતમાં રમનારા વર્લ્ડ કપ નું ટાઈમ ટેબલ જાહેર.. ભારત પાકિસ્તાન 15 મી ઓક્ટોબરે અમદાવાદમાં ટકરાશે. ફાઇનલ મેચ પણ અમદાવાદમાં રમાશે

વર્લ્ડ કપ નું ટાઈમ ટેબલ જાહેર


બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો વિસ્તારમાં સ્થળાંતર કરાયેલ અસરગ્રસ્તોને કેશડોલ્સ ચુકવવાનો સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અત્રે જણાવી દઈએ કે, સ્થળાંતર કરાયેલ પુખ્ત વયની વ્યક્તિને્ 100 રૂપિયા પ્રતિદિન જ્યારે બાળકોને પ્રતિદિન 60 રૂપિયા ચુકવવાનો પ્રજાહિતકારી નિર્ણય લેવાયો છે, ખાસ વાત એ છે કે, મહત્તમ 5 દિવસની મર્યાદામાં કેશ ડોલ્સની ચુકવણી કરવામાં આવશે.


વાવાઝોડા અસરગ્રસ્તો માટે વ્યક્તિ અને બાળકો પ્રતિદિનના કેટલા રૂપિયા મળશે

મહેસુલ વિભાગે પરિપત્ર બહાર પાડ્યું


પરિપત્રમાં જણાવ્યું છે કે, કુદરતી આપત્તિઓના કારણે અસરગ્રસ્તોને દૈનિક રોકડ સહાય (કેસડોલ)ની સહાય ચુકવવા માટેના ધોરણો રજૂ કર્યો છે. જે ઠરાવ મુજબ વહીવટી તંત્ર દ્વારા બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારના રહીશોને અગમચેતીના ભાગરૂપે સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવેલ છે. વહીવટીતંત્ર દ્વારા આવા સ્થળાંતર પામેલા અસરગ્રસ્ત વિસ્તારના વ્યક્તિઓને રોજબરોજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુ મેળવવા માટે મુશ્કેલી નિવારવા રોકડ રકમની સહાય ચુકવવાની જરૂરિયાચ ઉદ્ભવતા મહેસુલ વિભાગના ઠરાવથી સહાયની રકમ ચુકવવાની થાય છે.

મહત્તમ 5 દિવસ સહાય

વધુમાં પરિપત્રમાં જણાવ્યું છે કે, બિપોરજોય વાવાઝોડા દરમ્યાન સ્થાંતર કરાવવામાં આવેલ હોય તેવા વ્યક્તિઓને મહત્તમ 5 દિવસ માટે મુખ્ત વયની વ્યક્તિ માટે રૂ 100 પ્રતિ દિને અને બાળકદીઠ રૂ. 60 પ્રતિદિનની સહાય રોકડ ચુકવવા આથી ઠરાવ કર્યો છે.

રાજ્યનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજાગ અને સજ્જ હતું- CM

કેન્દ્ર સરકારે આ કુદરતી આફત માટે ગુજરાતને પોતાનો સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. કેન્દ્ર સરકાર તરફથી રાજ્યમાં બચાવ અને રાહત ઉપાયોની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય મંત્રીઓની એક ટીમ પણ ગુજરાત મોકલવામાં આવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ વાવાઝોડાનો સામનો કરવા માટે રાજ્યનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજાગ અને સજ્જ હતું, અને તેથી જ આ તીવ્ર વાવાઝોડા સામે ગુજરાતમાં બહુ મોટા નુકસાન અને જાનહાનિને ટાળી શકાયા છે. રાજ્ય સરકારની પૂર્વતૈયારીઓ, અગમચેતી અને સમયસરના પગલાંઓને કારણે આપણે હેમખેમ આ કુદરતી આફતમાંથી પાર નીકળી શક્યા છીએ. વાવાઝોડાનો બહાદુરીપૂર્વક સામનો કરવા માટે મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના તમામ મંત્રીશ્રીઓ, વિભાગો, જિલ્લા વહીવટીતંત્રો અને વરિષ્ઠ અધિકારીઓના અથાગ પરિશ્રમ અને આગવી સૂઝની પ્રશંસા કરી અને ટીમ ગુજરાતને અભિનંદન પાઠવ્યા.

Join Our WhatsApp Group

Join our Telegram channel

Follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gujarat Govt. Jobs 📁 India Govt. Jobs
🧮 Quiz 🏆 Mock Test
📖 Old Exam Paper 📃 Yojana
👆 Syllabus 💥 Old Paper