📌 વૈશ્વિક સ્પર્ધાત્મકતા સૂચકાંક(Global Competitiveness Index)- 2023
➡️ ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યુટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ (IMD) દ્વારા બહાર પાડવામાં આવેલ નવીનતમ વિશ્વ સ્પર્ધાત્મકતા રેન્કિંગમાં ભારત 40મા ક્રમે છે. વાર્ષિક અહેવાલમાં ક્રમાંકિત 64 અર્થતંત્રોમાંથી, ડેનમાર્ક, આયર્લેન્ડ અને સ્વિટ્ઝર્લેન્ડ એ ટોચના ત્રણ દેશો છે, જ્યારે નેધરલેન્ડ, તાઈવાન, હોંગકોંગ, સ્વીડન, US અને UAE ટોચના 10 સ્થાનોમાં છે.
➡️ IMD વર્લ્ડ કોમ્પિટિટિવનેસ યરબુક (WCY) દેશની સ્પર્ધાત્મકતા માટે વૈશ્વિક સંદર્ભ આપતો વાર્ષિક અહેવાલ છે. રહેવા લાયક શહેરોના વૈશ્વિક સૂચકાંક 2023 અનુસાર, ભારતમાંથી પાંચ શહેરોની પસંદગી થઈ છે, રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈ 141માં ક્રમે છે, જયારે ચેન્નાઈ 144મા ક્રમે, અમદાવાદ 146મા સ્થાને અને બેંગલોર 147માં ક્રમે પસંદ થયા છે.
Read More