02 September 2023 Current Affairs in Gujarati

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં વિશ્વની પ્રથમ 100% ઇથેનોલ-ઇંધણવાળી કાર લોન્ચ કરી.

  • આ કાર ટોયોટા ઈનોવા હાઇક્રોસ (Toyota Innova Highcross) છે, જે 100% ઈથેનોલ-ઈંધણ (Ethanol) પર ચાલશે.
  • કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં વિશ્વની પ્રથમ 100% ઇથેનોલ-ઇંધણવાળી કાર લોન્ચ કરી
  • આ કારને સંપૂર્ણ રીતે ભારતમાં જ વિકસાવવામાં આવી છે
  • તેનાથી 40 ટકા વીજળી પણ પેદા કરી શકાય છે. જેના કારણે ઇથેનોલની અસરકારક કિંમતમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.
  • Mssp: ગયા વર્ષે હાઈડ્રોજનથી ચાલતી કાર, Toyota Mirai EV લોન્ચ કરવામાં આવી હતી.
  • એન્જિન અને ફ્યુઅલ સિસ્ટમમાં કેટલાક ફેરફારો સિવાય, આ વાહનો નિયમિત પેટ્રોલ મોડલ્સ જેવા જ છે.
  • ફ્લેક્સ ફ્યુઅલ વાહનો (FFVs)માં પણ ICE હોય છે અને તે 83% સુધી ગેસોલિન અથવા ગેસોલિન અને ઇથેનોલના મિશ્રણ પર ચલાવવા માટે સક્ષમ હોય છે.
  • આ બળતણ E85 તરીકે ઓળખાય છે. તેમાં 85 ટકા ઇથેનોલ ઇંધણ અને 15 ટકા ગેસોલિન અથવા અન્ય હાઇડ્રોકાર્બનનો સમાવેશ થાય છે.
  • બાયો-ઇથેનોલમાં પેટ્રોલ કરતાં લિટર દીઠ ઓછી ઉર્જા હોય છે પરંતુ એડવાન્સ ટેક્નોલોજીના ઉપયોગથી બાયો-ઇથેનોલનું કેલરીફિક મૂલ્ય પેટ્રોલ જેટલું જ થશે.
  • ફ્લેક્સ ઇંધણનું ઉત્પાદન ભારત માટે ચિંતાનો વિષય નથી, કારણ કે તે શેરડી, મકાઈ જેવા ઉત્પાદનોમાંથી બનાવવામાં આવે છે અને ભારત આ પાકોનું પૂરતા પ્રમાણમાં ઉત્પાદન કરે છે.
  • ઇથેનોલ એ એક પ્રકારનો આલ્કોહોલ છે, જે શેરડીના રસ અને મકાઈ, સડેલા બટાટા અને સડેલાી શાકભાજીમાંથી તૈયાર કરી શકાય છે.
  • સ્ટાર્ચ અને ખાંડના આથામાંથી બનાવેલા ઇથેનોલને પેટ્રોલમાં ભેળવીને બાયોફ્યૂઅલ તરીકે ઉપયોગમાં લેવાય છે.
  • આ મુખ્યત્વે ત્રણ પ્રકારનાં હોય છે
  • 1G ઇથેનોલ: પ્રથમ પેઢીના ઇથેનોલ શેરડીના રસ, બીટ, સડેલા બટાટા, જુવાર અને મકાઈમાંથી બનાવવામાં આવે છે.
  • 2G ઇથેનોલ: સેકન્ડડ જનરેશન ઇથેનોલ સેલ્યુલોઝ અને લિગ્નોસેલ્યુલોસિક સામગ્રીઓમાંથી બનાવવામાં આવે છે, જેમ કે ચોખાનું ભૂસું, ઘઉંનું ભૂસું, કોર્નકોબ (ડોડો), વાંસ અને વુડી બાયોમાસમાંથી બનાવાય છે.
  • 3G બાયોફ્યૂઅલ: ત્રીજી પેઢીના બાયોફ્યૂઅલ શેવાળ (આલ્ગી)માંથી બનાવવામાં આવશે.
  • ઓછું ખર્ચાળ: ઇથેનોલ ઇંધણનો સૌથી મોટો ફાયદો એની કિંમત છે, જે હાલમાં દેશમાં લગભગ 60 પ્રતિ લિટર છે. નીતિન ગડકરીએ કહ્યું હતું કે લોન્ચ થનારી કાર 15થી 20 kmplની માઈલેજ આપી શકે છે.

ઇથેનોલ શું છે અને તે કેવી રીતે બને છે?

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય : નીરજ ચોપરા

  • નીરજે હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં નેશનલ એથ્લેટિક્સ સેન્ટર ખાતે જેવલિન થ્રો ઈવેન્ટમાં 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજે બીજા રાઉન્ડમાં જ 88.17 મીટરનો થ્રો કર્યો હતો.
  • વર્તમાન કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન પાકિસ્તાનના અરશદ નદીમે સિઝનના સર્વશ્રેષ્ઠ 87.82 મીટર સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો. ચેક રિપબ્લિકના જેકબ વડલેજચે 86.67 મીટર સાથે બ્રોન્ઝ જીત્યો હતો.
  • આ ચેમ્પિયનશિપ 1983થી યોજાઈ રહી છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે એકંદરે ૩  મેડલ જીત્યા છે
  • પ્રથમ મેડલ : 2003મા પેરિસમાં અંજુ બોબી જ્યોર્જ : બ્રોન્ઝ મેડલ (મહિલાઓની લાંબી કૂદ)
  • નીરજ ચોપરા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર બીજા ભારતીય છે. તેણે 2022 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો અને ત્યારબાદ 2023 વર્લ્ડ એથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો.

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારત

આબોહવા પરિવર્તન પર કમ્પાલા ઘોષણા(Kampala Declaration)

  • Kampala Declaration on Climate Change
  • કુલ 48 આફ્રિકન દેશો આફ્રિકન ખંડમાં માનવ ગતિશીલતા અને આબોહવા પરિવર્તનના જોડાણને સંબોધવા માટે સ્થળાંતર, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન (KDMECC :Kampala Ministerial Declaration on Migration, Environment and Climate Change) પર કમ્પાલા મંત્રાલયની ઘોષણા અપનાવવા સંમત થયા છે.
  • જુલાઈ 2022 માં કમ્પાલા, યુગાન્ડામાં 15 આફ્રિકન રાજ્યો દ્વારા KDMECC પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને સંમત થયા હતા.
  • આ ઘોષણા એ સૌપ્રથમ વ્યાપક, ક્રિયા-લક્ષી માળખું છે જેનું નેતૃત્વ સભ્ય રાજ્યો દ્વારા કરવામાં આવે છે, જે આબોહવા-પ્રેરિત ગતિશીલતાને વ્યવહારુ અને અસરકારક રીતે સંબોધિત કરે છે.
  • KDMECC-AFRICA પર 4 સપ્ટેમ્બર, 2023 ના રોજ નૈરોબીમાં આફ્રિકા ક્લાઈમેટ સમિટ દરમિયાન સભ્ય દેશો દ્વારા હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.

પૃષ્ઠભૂમિ:

ગીતિકા શ્રીવાસ્તવ પાકિસ્તાનમાં ભારતીય મિશનનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા

  • ગીતિકા શ્રીવાસ્તવ પાકિસ્તાનના ઇસ્લામાબાદ સ્થિત ઉચ્ચાયોગમાં પ્રથમ મહિલા પ્રભારી (Charge d’Affaires : CDA) બનવા જઇ રહ્યા છે.
  • તેઓ હાલમાં વિદેશ મંત્રાલયમાં જોઇન્ટ સેક્રેટરીનો હોદ્દો સંભાળી રહ્યા છે, અને હાલ દિલ્હી પરત ફરી રહેલા વર્તમાન પ્રભારી ડો. એમ સુરેશ કુમારનું તેઓ સ્થાન લેશે.
  • ગીતિકા શ્રીવાસ્તવ ભારતીય વિદેશખાતાના વર્ષ 2005ના અધિકારી છે. તેઓ મૂળ ઉત્તરપ્રદેશના વતની છે.
  • ઓગસ્ટ 2019માં કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરતા પાકિસ્તાને ભારત સાથેના રાજદ્વારી સંબંધો ઘટાડી નાખ્યા હતા.
  • જેને પગલે 2019 બાદથી બંને દેશોમાં હાઇ કમિશનરોની નિમણુક થઇ નથી તેના બદલે પ્રભારીઓ આ અંગેની જવાબદારીઓ સંભાળે છે.
  • પાકિસ્તાનમાં ભારતના હાઇ કમિશનર તરીકે છેલ્લે અજય બિસરિયાએ ફરજ બજાવી હતી.
  • પ્રભારી એટલે એ અધિકારી જેઓ કામચલાઉ રૂપે રાજદ્વારીની ભૂમિકા ભજવી રાજદૂત અથવા હાઇ કમિશનરની ગેરહાજરીમાં વિદેશનીતિને લગતી બાબતો અંગેની જવાબદારી સંભાળે છે.
  • કોમનવેલ્થ દેશો વચ્ચેના કૂટનીતિને લગતા વ્યવહારો હાઇ કમિશનમાં ગણાય છે. જ્યારે નોન-કોમનવેલ્થ દેશો વચ્ચેના આવા વ્યવહારો દૂતાવાસ હેઠળ આવે છે.

હૈદરાબાદમાં ભારતનો પ્રથમ સોલાર રૂફ સાયકલિંગ ટ્રેક બનાવાશે.

  • હૈદરાબાદ આઉટર રિંગ રોડ નજીક પ્રથમ ટકાઉ સોલાર રૂફ સાયકલિંગ ટ્રેક બનવવામાં આવ્યો છે.
  • હેલ્થવે (Healthway) નામના આ 23-કિલોમીટરના થ્રી-લેન ટ્રેકમાં બે સ્ટ્રેચ છે – નાનકરામગુડાથી તેલંગાણા સ્ટેટ પોલીસ એકેડેમી (TSPA) સુધી 5 કિલોમીટર અને કોલ્લુરથી નરસિંઘી સુધી 14.5 કિલોમીટર – નરસિંગી જંકશન પર ભેગા થાય છે.
  • તે દક્ષિણ કોરિયાના ડેજોન અને સેજોંગ બાઇક હાઇવેની તર્જ પર બનાવવામાં આવી રહ્યું છે.
  • સોલર પેનલથી શણગારેલી છત 16 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે.
  • હૈદરાબાદ ગ્રોથ કોરિડોર લિમિટેડ (HGCL) અને હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી (HMDA)ની એક ટીમ આ પ્રોજેક્ટ માટે દક્ષિણ કોરિયા ગઈ હતી.

Join Our WhatsApp Group

Join our Telegram channel

Follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gujarat Govt. Jobs 📁 India Govt. Jobs
🧮 Quiz 🏆 Mock Test
📖 Old Exam Paper 📃 Yojana
👆 Syllabus 💥 Old Paper