📌 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સિવિલ સેવા અધિકારીઓ માટે પ્રથમ રાષ્ટ્રીય તાલીમ કોન્કલેવનું ઉદ્દઘાટન
➡️ સંકલિત સરકારી ઓનલાઈન તાલીમ આપનાર કર્મયોગી પ્લેટફોર્મ, દરેક સીવીલ સેવા અધિકારીઓ માટે તાલીમની તકો પૂરી પાડે છે. કર્મયોગી મિશન સરકારી કર્મચારીઓના અભિગમ, માનસિકતા અને હેતુને સુધારવાનો પ્રયાસ કરે છે.
➡️ કેન્દ્રીય, રાજ્ય, પ્રાદેશિક અને ઝોનલ તાલીમ સંસ્થાઓ તેમજ સંશોધન સંસ્થાઓ સહિત વિવિધ તાલીમ સંસ્થાઓના 1500થી વધુ પ્રતિનિધિઓએ રાષ્ટ્રીય તાલીમ કોન્કલેવમાં હાજરી આપી હતી.
➡️ ઉપરાંત આ કોન્કલેવમાં કેન્દ્ર સરકારના વિભાગી, રાજ્ય સરકારો અને સ્થાનિક સરકારોના સિવિલ સેવકો તેમજ ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોએ પણ ચર્ચામાં ભાગ લીધો હતો. રાષ્ટ્રીય તાલીમ કોન્કલેવ અંતર્ગત ફેકલ્ટી ડેવલપમેન્ટ, ટ્રેનિંગ ઇમ્પેકટ અસેસમેન્ટ અને કન્ટેન્ટ ડીજીટાઇઝેશન વગેરે જેવી સિવિલ સર્વિસીસ પ્રશિક્ષણ સંસ્થાઓને લગતી મુખ્ય બાબતો પર 8 પેનલ ચર્ચાઓ કરવામાં આવી હતી.
Read More