HCG (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા પ્યુન પરીક્ષા સિલેબસ જાહેર

ગુજરાત હાઇકોર્ટ દ્વારા બેલિફ અને પટાવાળા સહિત વર્ગ 3 અને વર્ગ 4 ની ટોટલ 1778 જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન અને ઓનલાઈન એપ્લાય લિંક ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જેના પ્રમાણે તારીખ 28 એપ્રિલ થી ફોર્મ ભરવાના શરુ થાય છે. જેનો સિલેબસ નીચે મુજબ આપેલ છે.

HCG દ્વારા પ્યુન પરીક્ષા સિલેબસ જાહેર

પોસ્ટ 

  • પટ્ટાવાળા (પ્યુન વર્ગ – 4)

પરીક્ષાનો સિલેબસ

1 ગુજરાતી ભાષા
2 સામાન્ય જ્ઞાન
3 ગણિત
4 રમત ગમત
5 કરંટ અફેર્સ

પરીક્ષાનું માળખુ

  1. હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા કુલ ૧૦૦ પ્રશ્નો તથા કુલ ૧૦૦ ગુણની રહેશે.
  2. હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી રહેશે.
  3. દરેક ખોટા ઉત્તરદીઠ અથવા એકથી વધારે ઉત્તર પસંદ કરવા બદલ ૦.૩૩ નકારાત્મક ગુણ રહેશે.
  4. પરીક્ષાનો સમયગાળો ૧ કલાક અને ૩૦ મિનિટ (૯૦ મિનિટ) નો રહેશે.
  5. હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ ઉપર જણાવ્યા મુજબ રહેશે.
  6. પસંદગી યાદીમાં સ્થાન મેળવવા માટે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં સામાન્ય વર્ગના ઉમેદવારોએ અને ‘અનુ,જાતિ’ ના ઉમેદવારોએ ઓછામાં ઓછા ૫૦ ગુણ અને ‘અનુ.જનજાતિ’, ‘સા.શૈ.પ.વર્ગ’, ફિઝીકલી ડિસેબલ્ડ/ડિફ્રન્ટલી એબલ્ડ (PH), માજી સૈનિક અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ ઓછામાં ઓછા ૪૫ ગુણ મેળવવાના રહેશે. ત્યારબાદ, મેરીટના આધારે પસંદગીયાદી તૈયાર કરવામાં આવશે.
  7. હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા અમદાવાદ ખાતે લેવી કે અન્ય જીલ્લા કક્ષાએ લેવી તે ઉમેદવારોની સંખ્યાને આધારે નક્કી કરવામાં આવશે.
  8. હાઇકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે તે સ્થળે અને સમયે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા માટે હાજર રહેવા, જે તે ઉમેદવારે સ્વખર્ચે આવવા-જવાનું રહેશે.
  9. હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં જવાબવહી / ઉત્તરવહી તરીકે ‘ઓ.એમ.આર. (OMR) શીટ’ આપવામાં આવશે, જેનુ મૂલ્યાંકન ઓ.એમ.આર.શીટ રીડર મશીન દ્વારા સ્કેન કરીને કરવામાં આવે છે. જે સંપૂર્ણ પ્રક્રિયા કોમ્પ્યુટર આધારિત હોઇ, ઓ.એમ.આર.શીટ રીચેકીંગ/રીએસેસમેન્ટ/ફરીથી મૂલ્યાંકન અંગેની કોઈપણ પ્રકારની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં, જેની દરેક ઉમેદવારે નોંધ લેવી.
  10. જો હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં ખૂબ જ વધુ સંખ્યામાં ઉમેદવારો ઉત્તિર્ણ થશે તો, નામદાર હાઇકોર્ટ દ્વારા નિયત કરવામાં આવે તે પ્રમાણે મેરીટના આધારે મર્યાદિત સંખ્યામાં ઉમેદવારોને ભરતી પ્રક્રિયાના આગામી તબક્કા એટલે કે ‘પ્રમાણપત્ર ચકાસણી/ડોક્યુમેન્ટ વેરીફીકેશન’ માટે યોગ્ય /લાયક ગણવામાં આવશે.
  11. ઉમેદવારે ઉપર જણાવેલ વેબસાઇટ પરથી પરીક્ષાના એક સપ્તાહ અગાઉ ઇ-કોલલેટર ડાઉનલોડ કરવાનો રહેશે.

ગુજરાત હાઇકોર્ટ બેલિફ અને પટાવાળા 1778 જગ્યાઓ માં ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

ઉપર આપેલ માહિતી માટે કોઈ પ્રશ્ન હોય તો કૉમેન્ટ માં જણાવવું

Join Our WhatsApp Group

Join our Telegram channel

Follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gujarat Govt. Jobs 📁 India Govt. Jobs
🧮 Quiz 🏆 Mock Test
📖 Old Exam Paper 📃 Yojana
👆 Syllabus 💥 Old Paper