મૌર્યકાલીન ગુજરાત । Maurykalin Gujarat

મૌર્યકાલીન ગુજરાત । Maurykalin Gujarat

  • ભારતના ઇતિહાસમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપનાને મહાન ઘટના ગણવામાં આવે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા આ સામ્રાજ્ય સ્થપાયું (ઈ.સ. પૂર્વે 321). 
  • મૌર્યકાલીન ઇતિહાસ જાણવાનાં અનેક સાધનો આપણને પ્રાપ્ત થયાં છે, જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ અશોક્ના 44 જેટલા અભિલેખો છે. આ અભિલેખોની ભાષા પાલિ છે. અશોક્ના શૈલલેખ ભારતમાં લેખન- સામગ્રીના સૌથી જૂના અવશેષો ગણાય છે. 
  • એ સમયના સિક્કાઓ પણ મળી આવ્યા છે, જે પંચમાર્ક સિક્કાઓ પછીની અવસ્થા દર્શાવે છે. ચંદ્રગુપ્ત મૌર્યનો બનાવેલ મહેલ અને તેના અવશેષો તેમજ મૂર્તિઓ પણ આ કાળનો ઇતિહાસ આપણી સમક્ષ મૂકી આપે છે.
  • મૌર્યયુગીન ઇતિહાસ જાણવા માટેનાં અન્ય મહત્ત્વપૂર્ણ સાધનોમાં કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’ અને મૅગેસ્થનિસ દ્વારા રચિત ‘ઇન્ડિકા’ને ગણવામાં આવે છે. 
  • અર્થશાસ્ત્ર એ મોર્યશાસન પર લખાયેલ મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. જેમાં શાસનના સિદ્ધાંતો, રાજ્યનું સ્વરૂપ, શાષક અને અધિક્ત૨ીઓનાં ર્તવ્યો, નાગરિકોની ફરજ અને વિદેશો સાથેના સંબંધો જેવી જટિલ બાબતોને પણ સમજાવવામાં આવી છે. 
  • ચંદ્રગુપ્ત મૌર્યના રાજ દરબારમાં ગ્રીક રાજદૂત મૅગેસ્થેનિસ આવ્યો હતો. તેણે‘ઇન્ડિકા’ નામનો એક મહત્ત્વપૂર્ણ ગ્રંથ લખ્યો છે. આ ગ્રંથમાં મૌર્યોના નગર વહીવટીતંત્રની મહત્ત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તેણે પાટલીપુત્રના વહીવટીતંત્રનો આબેહૂબ ચિતાર આપ્યો છે, સાથે સાથે ભારતીય વર્ણવ્યવસ્થા વિશે પણ તેણે કેટલીક નોંધ કરી છે. 
  • શ્રીલંકાના દીપવંશ અને મહાવંશો જેવા બૌદ્ધગ્રંથોમાંથી પણ મૌર્ય સામ્રાજ્યનો ઇતિહાસ સાંપડે છે, તો વિશાખદત્ત જેવા મહાન નાટ્યકારે રચેલ નાટક ‘મુદ્રારાક્ષસ’ પણ મૌર્ય સામ્રાજ્યના ઇતિહાસ પર પ્રકાશ પાથરે છે.

Gujarat History ના અન્ય ટોપીક વાંચવા :- અહિયા ક્લિક કરો

SubjectGujarat History
Topicમૌર્યકાલીન ગુજરાત । Maurykalin Gujarat
ExamAll Competitive Exams
TypeQuestions – Answer

મૌર્યકાલીન ગુજરાત કવિઝ । Maurykalin Gujarat Quiz

1➤ રાજા ચંદ્રગુપ્તના ગિરિનગરના સૂબાનું નામ શું હતું?

2➤ મહાવીર સ્વામીના અને ભગવાન બુદ્ધના સમકાલીન રાજા કોણ હતા?

3➤ મેગેસ્થનિસના કયા ગ્રંથમાં મૌર્ય વંશની માહિતી મળે છે?

4➤ સમ્રાટ અશોકના ગિરિનગર ખાતેના સૂબાનું નામ જણાવો? – તુષાષ્ફ

5➤ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવેલી ગ્રીક કન્યા હેલેના કોની પુત્રી હતી?

6➤ જૂનાગઢના શિલાલેખમાં કયા કયા રાજાનો ઉલ્લેખ છે?

7➤ હડપ્પીસ્થળ સુરકોટડા જે કચ્છ જિલ્લામાં આવેલ છે. તેના ઉત્ખનનકર્તાનું નામ જણાવો.

8➤ ગિરનારને કયા નામે ઓળખવામાં આવે છે?

9➤ રાજા અશોક એ કલિંગ દેશ પર ચઢાઈ કયા વર્ષે કરી હતી?

10➤ દામોદરકુંડની નજીક આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે?

11➤ ગિરનારનો અશોકનો શિલાલેખ પ્રથમ કોણે શોધ્યો હતો?

12➤ જૂનાગઢનો અશોકનો શિલાલેખ કઈ લિપિમાં લખાયેલ છે?

13➤ સૌથી પ્રાચીન સિક્કાઓ કયા નામે ઓળખાય છે?

14➤ ભારતમાં સત્તારૂઢ થયેલા ગ્રીકો કયા નામે ઓળખાયા?

15➤ સુવર્ણસિક્તા નદી પર બંધ બાધી સુદર્શન તળાવનું નિર્માણ કોણે કર્યું હતું?

16➤ કોણે સુદર્શન તળાવનું સમારકામ કરાવી તેમાંથી સિંચાઇ માટે નહેરો કઢાવી હતી?

17➤ નદીમાં આવેલ પૂરના કારણે તૂટી ગયેલા સુદર્શન તળાવનું સમારકામ કોણે સ્વખર્ચે કરાવ્યું હતું?

18➤ ચક્રધારી વિષ્ણુનું મંદિર સુદર્શન તળાવના કિનારે કોણે બંધાવ્યું હતું?

19➤ મૌર્યવંશનો કયો શાસક આજીવક સંપ્રદાયનો અનુયાયી હતો?

20➤ ચંદ્રગુપ્ત મૌર્યના શાસનનો સમયગાળો જણાવો?

21➤ મૌર્યકાળમાં ગુજરાતનું પાટનગર કયું હતું?

22➤ અશોકના જૂનાગઢના શિલાલેખની લિપિ સૌપ્રથમ કોણે ઉકેલી હતી?

Join Our WhatsApp Group

Join our Telegram channel

Follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gujarat Govt. Jobs 📁 India Govt. Jobs
🧮 Quiz 🏆 Mock Test
📖 Old Exam Paper 📃 Yojana
👆 Syllabus 💥 Old Paper

1 thought on “મૌર્યકાલીન ગુજરાત । Maurykalin Gujarat”

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.