ગુજરાતમાં ગુપ્ત સામ્રાજયનો ઇતિહાસ । gupta kal history

ગુપ્ત સામ્રાજ્ય : ભારતનો સુવર્ણકાલીન રાજવંશ. મગધના મૌર્ય સામ્રાજ્યના અસ્ત પછી પાંચ સદીઓ બાદ ગુપ્ત વંશે મગધના સામ્રાજ્યની પુન:સ્થાપના કરીને ભારતના (ખાસ કરીને ઉત્તર ભારતના) રાજકીય તેમજ સાંસ્કૃતિક અભ્યુદય દ્વારા સુવર્ણકાલ પ્રવર્તાવ્યો.

ભારત વર્ષનો એક મહાન યુગ એટેલે કે ગુપ્ત યુગ જેના શાસન કાળ દરમ્યાન કલા, સાહિત્ય અને ભારતની સંસ્કૃતિનો ખૂબ વિકાસ થયો હતો તેથી જ આપણે તેને ભારતનો સુવર્ણયુગ પણ કહીએ છીએ. તો આજે આપણે જાણીશું કે આ ગુપ્ત વંશના શાસન વખતે ગુજરાતની શું સ્થિતિ હતી.

• શ્રી ગુપ્ત : ગુપ્ત વંશના આદિપુરુષ ગણવામાં આવે છે. 

• ઘટોત્કચ : શ્રી ગુપ્તનો ઉત્તરાધિકારી હતો.

• ચંદ્રગુપ્ત – 1 : ગુપ્તવંશના વાસ્તવિક સ્થાપક હતા. તેઓએ ઈ.સ. 319માં ગુપ્તસંવતની શરૂઆત કરી.

• સમુદ્રગુપ્તઃ તેમને ભારતના નેપોલિયન કહેવાય છે. તે વીણા વગાડવાનો શોખીન હતો.

• ચંદ્રગુપ્ત – 2 (વિક્રમાદિત્ય) : તેમણે ક્ષત્રપ રાજા રુદ્રસિંહ- ત્રીજાને હરાવી ગુજરાતમાં ગુપ્ત સામ્રાજ્ય સ્થાપ્યું. તેમના સમયમાં ચીની યાત્રી ફાહિયાન આવ્યો હતો. (ગ્રંથ : ફો- ક્યૂ-કી)

• કુમારગુપ્ત – 1 (મહેન્દ્રાદિત્ય) : તેમના સમય (ઈ.સ. 415- 455) દરમિયાન ગુપ્તસામ્રાજ્યની સત્તા પ્રસરી. બિહારમાં નાલંદા વિશ્વ વિધાલય (ઓક્સફોર્ડ ઓફ મહાયાન બૌદ્ધ) ની સ્થાપના કરી.

• સ્કંદગુપ્ત (શક્રાદિત્ય) : ગુપ્તવંશના પ્રતાપી શાસક હતા. તેણે હુણોને હરાવ્યાનો ઉલ્લેખ ગિરનાર (જુનાગઢ) ના શિલાલેખમાં છે. (લિપિ – બ્રાહ્મી, ભાષા – સંસ્કૃત)

• સ્કંદગુપ્તનો સૌરાષ્ટ્રનો સૂબો પર્ણદત્ત હતો. તેના પુત્ર ચક્રપાલિને ફરી તૂટી ગયેલ સુદર્શન તળાવ બંધાવ્યું અને તેના કિનારે વિષ્ણુનું મંદિર બંધાવ્યું.

Gujarat History ના અન્ય ટોપીક વાંચવા :- અહિયા ક્લિક કરો

SubjectGujarat History
Topicગુપ્ત કાલ (યુગ)
ExamAll Competitive Exams
TypeQuestions – Answer

ગુજરાતમાં ગુપ્ત સામ્રાજયનો ઇતિહાસ કવિઝ । gupta kal history Quiz

1➤ પ્રાચીન ભારતના સુવર્ણયુગ તરીકે કયા કાળને ઓળખવામાં આવે છે?

2➤ ગુપ્ત સામ્રાજયનો સ્થાપક કોને માનવામાં આવે છે?

3➤ ગુપ્ત સંવત કયારે શરૂ થયો હતો?

4➤ ગુપ્ત સંવતની શરૂઆત કોણે કરી હતી?

5➤ ભારતના નેપોલિયન તરીકે કોને ઓળખવામાં આવે છે?

6➤ સમુદ્રગુપ્તે કયા દેશ સાથે બે(2) વાર યુદ્ધ કર્યું અને ‘દેવપુત્ર’ નો ઈલ્કાબ મેળવ્યો.

7➤ ‘ઓકસફર્ડ ઓફ મહાયાન બૌદ્ધ’ તરીકે કઈ વિધાલય ઓળખાય છે?

8➤ રાજાએ હુણોને હરાવ્યા હતા- જેનો ઉલ્લેખ જૂનાગઢના અભિલેખમાં જોવા મળે છે?

9➤ સ્કંદગુપ્તના ગિરિનગર ખાતેના સૂબાનું નામ શું હતું?

10➤ સમુદ્રગુપ્તને ‘ભારતનો નેપોલિયન’ કોણે કહ્યો છે?

11➤ સ્કંદગુપ્તના ઘણા સિક્કાઓ પર ગરુડનાં સ્થાને શાનું ચિહ્ન જોવા મળે છે?

12➤ ‘શકાદિત્ય’ ઉપનામ કોણે ધારણ કર્યું હતું?

13➤ ગુપ્તવંશના વાસ્તવિક સંસ્થાપક કોને માનવામાં આવે છે?

14➤ ગુપ્તરાજાઓ કોના સામંતો હતા એવું માનવામાં આવે છે?

15➤ કુમારગુપ્તે કયું ઉપનામ ધારણ કર્યું હતું?

16➤ વિક્રમાદિત્ય તરીકે કયો ગુપ્ત રાજા અપાર ખ્યાતિ પામ્યો?

17➤ ગુજરાતમાં ગુપ્ત સમ્રાટોનુ શાસન કેટલા વર્ષ રહ્યું- અને તેની શરૂઆત કયા રાજાથી થઈ હતી? – 55 વર્ષ- ચંદ્રગુપ્ત દ્વિતીય

18➤ સૈન્ધવવંશની રાજધાની કઈ હતી?

19➤ લાટ દેશના કયા બૌદ્ધ ભિક્ષુએ છઠ્ઠી સદીમાં ચીનમાં જઈ પાલિગ્રંથોનો ચીની ભાષામાં અનુવાદ કર્યો હતો?

20➤ ગુજરાતમાં ચાપવંશની રાજધાની કઈ હતી?

Join Our WhatsApp Group

Join our Telegram channel

Follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gujarat Govt. Jobs 📁 India Govt. Jobs
🧮 Quiz 🏆 Mock Test
📖 Old Exam Paper 📃 Yojana
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.